[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના મુંબઈસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દિવસમાં ૨.૬૦ લાખ જેટલા પ્રવાસીએ વિક્રમી સંખ્યામાં અવરજવર કરી હતી, જે કોરોના મહામારી પછી સૌથી વધુ સંખ્યા છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
વીકએન્ડમાં એરપોર્ટ પર પ્રવાસીઓની અવરજવરમાં નિરંતર વધારો થતો હોય છે, જે અંતર્ગત આ મહિનામાં ૧૭મી તારીખના શનિવારના એક દિવસમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૧.૩૦ લાખ જેટલા પ્રવાસીએ અવરજવર કરી હતી, જ્યારે રવિવારે પણ ૧.૩૦ લાખ જેટલા પ્રવાસીએ એરપોર્ટ પરથી અવરજવર કરી હતી. શનિવારે એક દિવસમાં ટર્મિનલ ટૂ (ટીટૂ) ખાતે ૯૫,૦૮૦ અને ટર્મિનલ એક પર ૩૫,૨૯૪ પ્રવાસીએ અવરજવર કરી હતી, જ્યારે રવિવારે ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ૯૮,૦૦૦ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૩૨,૦૦૦ પ્રવાસીએ અવરજવર કરી હતી, એમ સીએસએમઆઈએના અધિકારીએ જણાવ્યું હતું.
શનિવારના એક દિવસમાં એરપોર્ટ પરથી ૮૩૯ ફ્લાઈટ્સની મૂવમેન્ટ્સ થઈ હતી, જેમાં ટોચની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ખાસ કરીને ઈન્ડિગો, એર ઈન્ડિયા સહિત એમિરેટસનો સમાવેશ થયો હતો, જ્યારે સ્થાનિક સ્તરે સૌથી વધુ દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈ શહેર મોખરે હતા. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રૂટ્સમાં સૌથી વધુ એર ટ્રાફિક દુબઈ, અબુ ધાબી અને સિંગાપોર ટોચ પર રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડોમેસ્ટિક રૂટ્સમાં સૌથી પેસેન્જર ટ્રાફિક ઈન્ડિગો, વિસ્તારા અને ગો ફર્સ્ટ ફ્લાઈટ્સમાં રહ્યો હતો. નવી નવી એરલાઈન્સ દ્વારા નવા રૂટ્સ પર ફ્લાઈટ્સની જાહેરાતને કારણે પેસેન્જર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત, કોરોના સંબંધિત તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં હોવાથી પ્રવાસીઓની અવરજવર વધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઑગસ્ટ, ૨૦૨૨માં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં લગભગ પાંચ ટકા વધીને ૧.૦૨ કરોડની સંખ્યા થઈ હતી, જે દર્શાવે છે કે ભારતમાં ઉડ્ડયન ઉદ્યોગના ફ્લાઈટ ઑપરેશનની કામગીરી સામાન્યત: પુન:પ્રાપ્તિના માર્ગે છે, એમ એક એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું.



Post Views:
3




[ad_2]

Google search engine