[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાં મગરનું નામ પણ સામેલ છે. તે પાણી સાથે જમીન પર પણ શિકાર કરી શકે એવા ખતરનાક પ્રાણી ગણાતા મગર વિશે વધુ એક માહિતી જાણીને તમને નવાઈ લાગશે. કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના તળાવમાં એક શાકાહારી મગર રહેતો હતો. હાલમાં આ મગરનું રહસ્યમય મોત થયુ છે. મંદિરના તળાવમાં તેનું મૃત શરીર મળી આવ્યુ છે. આ શાકાહારી મગરનું નામ બાબિયા હતું. મળતી માહિતી અનુસાર તે છેલ્લાં 70 વર્ષથી મંદિરમાં રખાતો પ્રસાદ ખાતો હતો. મંદિરના પુજારી જ્યારે પણ પ્રસાદ ખાવા તેને બોલાવતા તે ઝડપથી તેમની પાસે આવી જતો. તે ભાત અને ગોળ પણ ખાતો હતો. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો પણ તેને પ્રસાદ આપતા હતા. લોકો તેને ભગવાનનો દૂત કહેતા હતા. છેલ્લા 2 દિવસથી તે પ્રસાદ ખાતો ન હતો. આ મગર છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાનું કહેવાઈ રહ્યું હતું.

આ શાકાહારી મગર જે તળાવમાં રહેતો હતો, તેમા માછલીઓ પણ રહેતી હતી. પણ તે માછલીઓને હેરાન કરતો ન હતો. તે મંદિરના દર્શન માટે આવતા ભક્તોને પણ કોઈ નુકશાન પહોંચાડતો ન હતો. લોકો આવા શાંત મગરને જોઈને આશ્ચર્યમચક્તિ થઈ જતા.

શાકાહારીના મગરના શરીરને હવે મંદિરના આંગણામાં જ દફન કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર, એક મંદિરના સ્વામીને મૃત્યુ પછી જે સન્માન આપવામાં આવે છે, તે જ સન્માન આ શાકાહારી મગરને આપવામાં આવશે. તેની અંતિમ વિદાયમાં લગભગ 1000 લોકો હાજર રહેશે.

 

[ad_2]

Google search engine