[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

જેની ફિલ્મથી ભારતને ઓસ્કારની આશા હતી, તે બાળ કલાકારનું નિધન થયું છે. આ બાળ અભિનેતાની પ્રથમ ફિલ્મ જ તેના માટે છેલ્લો શો બની ગઇ હતી.
કેટલીક વાર ઉપરવાળો એક જ સમયે ખૂબ ક્રૂર અને દયાળુ બંને બની જાય છે. ભારતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલ ફિલ્મ ‘છેલ્લો શો’ ના 10 વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી અને તેના ઘરમાં સહુ કોઇ ખુશ હતા, પરંતુ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું અવસાન થતા ગમગીની છવાઇ છે.
10 વર્ષીય રાહુલ તેના ઑટો રિક્શા ચાલક પિતાને કહેતો હતો કે 14 ઑક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે, કારણ કે એ દિવસે તેની ફિલ્મ રજૂ થવાની હતી, પણ કેન્સરને કારણે તેનું નિધન થયું છે અને હવે તે દિવસે રાહુલનું તેરમુ છે. (આ દિવસે મૃત્યુ પછીની કેટલીક વિધિઓ કરવામાં આવે છે.)
થોડા દિવસ પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ની પસંદગી કરી હતી. ફિલ્મ ‘છેલ્લો શો’ના ડિરેક્ટર યુએસ સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. જેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા છે અને તેની આસપાસ આ ફિલ્મની કહાની હશે. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે તમામ ફિલ્મમાં ખૂબ મહત્વનો રોલ નિભાવે છે. ડિરેક્ટર નલિને જણાવ્યું હતું કે, રાહુલના અવસાનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આઘાતમાં સરી ગયા છે. અમે આ કઠીન સમયમાં તેના પરિવારની સાથે છીએ. અત્યંત દુઃખની વાત છે કે અમે તેને બચાવી શક્યા નથી.
રાહુલને બ્લડ કેન્સર અર્થઆત લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તેનો ઇલાજ ચાલતો હતો. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ રાહુલના પરિવારને તેને કેન્સર હોવાની જાણ થઇ હતી. શરૂઆતમાં તેને થોડા તાવ રહેતો હતો અને દવા લેવા છતાં પણ તે વારંવાર બીમાર પડતો હતો. રવિવારે સવારે નાસ્તો કર્યા બાદ તેને સખત તાવ હતો. તેને ત્રણ વાર લોહીની ઉલટી થઇ હતી અને ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્રણ ભાઇબહેનમાં સૌથી મોટા રાહુલની સારવાર માટે તેના પરિવારે રિક્શા પણ વેચી દીધી હતી.
2013ની ફિલ્મ ‘ધ ગુડ રોડ’ પછી ગુજરાતી ભાષાની આ બીજી ફિલ્મ છે, જેને વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મ બાળપણ અને નવી વસ્તુઓ શોધવાના આનંદ અને અજાયબીની ઉજવણી વિશે છે.

[ad_2]

Google search engine