[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મુંબઇ: પરીણિત સ્ત્રીઓ માટે કરવા ચોથનું વ્રત બેહદ ખાસ માનવામાં આવે છે. પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ વ્રત રાખે છે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે સ્ત્રીઓ બ્યૂટી પાર્લરમાં જઇને અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેતી હોય છે. ઘણી વખત એ ખર્ચાળ પણ હોય છે. તમે પણ જો આ દિવસે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ પ્રયોગ તમારા માટે સૌથી બેસ્ટ છે.

કેવી રીતે પેસ્ટ બનાવશો

કરવા ચોથના દિવસે ચહેરા પર ગ્લો લાવવા માટે એક મોટો બાઉલ લો અને એમાં મુલ્તાની માટી, ચંદનનો પાવડર અને એક લીંબુનો રસ નીચોવી લો. હવે આ મિશ્રણને બરાબર ભેળવીને તેની સ્મુધ પેસ્ટ બનાવી લો.

આ રીતે ઉપયોગ કરો

આ સ્મુધ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને એને દસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ દસ મિનિટ રહીને પાંચ મિનિટ સુધી હળવા હાથે ચેહરા પર મસાજ કરો. ત્યાર બાદ ચોખ્ખા પાણીથી તમારો ચહેરો ધોઇ લો. ચહેરો ધોયા પછી તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીથી ચહેરો ધોયા પછી કોટનના રૂમાલથી જ હળવા હાથે ફેસ પર થપથપાવાનું છે. ચહેરાને ઘસીને લુછવાનો નથી. આમ કરવાથી તમારી સ્કિનને પોષણ મળે છે. જે ગ્લો આપવાનું કામ કરે છે.

આ પેસ્ટ ચેહરા પર લગાવવાથી તમારી ડેડ સ્કિન રિમૂવ થઇ જાય છે અને સાથે વ્હાઇટનેસ પણ આવે છે. તમે ઇચ્છો તો આ પેસ્ટમાં ગુલાબજળ પણ નાખી શકો છો. તેમ જ મલાઇ નાખીને પણ પેસ્ટ બનાવી શકો છો, પરંતુ જો તમારી સ્કિન ઓઇલી છે તો તમારે મલાઇ નાખવી જોઇએ નહીં. આમ કરવાથી સ્કિન પર વધારે ઓઇલ દેખાશે. આ પેસ્ટ દરેક સ્કિન ટોનના લોકો લગાવી શકે છે.

[ad_2]

Google search engine