[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તનું એમ્સ હોસ્પિટવમાં 42 દિવસની સારવાર બાદ બુધવારે નિધન થયું હતું. મોત બાદ તેમનું પોસ્ટમોર્ટમ મોર્ડન ટેક્નિકથી કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ જાતની ચીરફાડ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.
પોસ્ટ મોર્ટમ બાદ એમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકના શરીરને એક રેમ્પ પર રાખવામાં આવે છે અને સિટી સ્કેન કરવામાં આવે છે. આ સ્કેનની મદદથી શરીરનો એ હિસ્સો પણ દેખાઈ જાય છે જે પોસ્ટ મોર્ટમની જૂની પદ્ધતિથી દેખાતો નથી. આ પૂર્ણ પ્રક્રિયાને લાઈવ જોઈ શકાય છે. મોર્ડન પદ્ધતિનું પોસ્ટ મોર્ટમનું અધ્યયન અનેક વાર પણ કરી શકાય છે.
નવી દિલ્હીમાં એમ્સ હોસ્પિટલમાં દક્ષિણ એશિયાનું પહેલું વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ શરૂ કરવામાં આવ્યું છે અને આ ટેક્નિકનો ઉપયોગ રાજુ શ્રીવાસ્તવના પોસ્ટ મોર્ટમથી કરવામાં આવ્યો છે.
રાજુ શ્રીવાસ્તવના શરીરમાં કોઈપણ પ્રકારની ઈજાના નિશાન નથી. નોંધનીય છે કે રાજુને અચાનક હાર્ટ એટેક આવતાં તેને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને 42 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી, જે બાદ તેમનું બુધવારે સવારે નિધન થયું હતું.



Post Views:
278




[ad_2]

Google search engine