[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

‘રંગીલા ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી ઊર્મિલા માતોંડકર વર્ષો બાદ અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહી છે. ઓટીટી યુગ ફૂલ્યોફાલ્યો હોવાથી હવે જૂના કલાકારો પાછા સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જેમાં ઊર્મિલાનું નામ પણ ઉમેરાયું છે. ઊર્મિલા માતોંડકર ‘તિવારી’ નામની વેબ સિરીઝમાં જોવા મળશે, જે એક ઍક્શન-થ્રિલર
સિરીઝ છે.
આ સિરીઝમાં મા-દીકરીની ઇમોશનલ વાર્તા કેન્દ્રસ્થાને છે. ઊર્મિલા આ સિરીઝમાં એક્શન સિક્વન્સ કરતી પણ જોવા મળશે. આ માટે અભિનેત્રી છેલ્લા છ મહિનાથી તાલીમ લઈ રહી છે. મિકી વાયરસ’ ફિલ્મના ડિરેક્ટર સૌરભ વર્મા ‘તિવારી’ સિરીઝનું નિર્દેશન કરવાના છે. હાલ આ સિરીઝ પ્રિ-પ્રોડક્શન તબક્કામાં છે અને તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. પોતાના ડિજિટલ ડેબ્યુ માટે ઉત્સાહિત ઊર્મિલા માતોંડકરે જણાવ્યું કે, ‘તિવારી’ વેબ શોમાં મારા માટે લખવામાં આવેલું પાત્ર સશક્ત અને પડકારજનક છે. આ પહેલા મેં આવું પાત્ર ક્યારેય નથી ભજવ્યું. તેને યુવા લેખકોની ટીમે મળીને લખ્યું છે. આ શોની વાર્તાએ મને છેક સુધી જકડી રાખી હતી. શોની ખાસ વાત મા-દીકરીના સંબંધ છે. હું જલ્દી શૂટિંગ શરૂ થાય તેની રાહ જોઈ રહી છું.’ ઉલ્લેખનીય છે કે, ઊર્મિલા માતોંડકરે ‘સત્યા’, એક હસીના થી’, ‘ભૂત’, ‘કૌન’, ‘રંગીલા’ સહિતની ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે અને રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે.
——-
સિંગિંગની સાથે બાળકોની મેન્ટલ હેલ્થ પણ જરૂરી: નીતિ મોહન
નીતિ મોહને બોલિવૂડમાં અઢળક હિટ સોંગ્સ આપ્યા છે. ગાયિકાએ પોતે એક રિયલિટી શોની સ્પર્ધકથી ફિલ્મો સુધીની સફર ખેડી છે. નીતિ બાળકોના સિંગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પસ’ની નવમી સીઝનમાં જજ તરીકે જોવા મળશે. નીતિ મોહનના મતે આ શો સ્પર્ધા માટે નહીં, પણ ટેલેન્ટને નિખારવા માટેનું સ્ટેજ છે. નીતિ કહે છે કે, દર્શકોને માત્ર દર અઠવાડિયે થતી પરફોર્મન્સ જ દેખાય છે, પણ તેની પાછળ બાળકોની રાત-દિવસની મહેનત અને ટ્રેનિંગ હોય છે.’
તો આજના સ્પર્ધાત્મક યુગમાં ખાસ કરીને બાળકો પર ખૂબ દબાણ હોય છે ત્યારે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ નીતિએ ભાર મૂક્યો છે. નીતિનું કહેવું છે કે, ‘હું પોતે એક માતા બની છું એટલે આ બાબતે તો બહુ જાગૃત છું. કેટલાક સ્પર્ધક એવા હોય કે ખૂબ જ સારું પરફોર્મ કરે અને કેટલાક એવા હોય છે જેને યોગ્ય ટ્રેનિંગની જરૂર હોય. શોમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતાં નિષ્ણાતો સતત હાજર હોય છે. તેઓ બાળકોને શોને લઈને થતી કોઇપણ પ્રકારની નર્વસનેસ સાથે ડીલ કઈ રીતે કરવું તે શીખવે છે. આ બાળકોની મેન્ટલ હેલ્થ બહુ જરૂરી છે, ખાસ કરીને જ્યારે તેમની ઉંમર ૧૪ વર્ષથી નીચે હોય.’
સંગીત જગતમાં નેપોટીઝમ હોય છે કે નહીં તે અંગે નીતિ જણાવે છે કે, ‘સંગીતમાં સૂર જ મુખ્ય ભાગ ભજવે છે. જો રિયલિટી શોમાંથી આવતો અરિજિત સિંહ ગાઈ શકે તો તે કયા પરિવારમાંથી આવે છે એ મહત્ત્વનું નથી. અહીં માત્ર અવાજ કામ
કરે છે.’

[ad_2]

Google search engine