[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મોટા પડદાની વાત હોય કે નાના પડદાની, ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરવી એ દરેક વ્યક્તિ માટે આસાન વાત નથી. ઘણા લોકો અહીં સ્ટાર બનવાના સપના સાથે આવે છે, પરંતુ આંગળીને વેઢે ગણી શકાય એટલા જૂજ લોકો જ તેમના સપનાને સાકાર કરી શકે છે.

કેટલાક લોકોને પ્રસિદ્ધિ મેળવવામાં વર્ષો લાગી જાય છે તો કેટલાક લોકો નાની ઉંમરમાં જ અનેરી ઊંચાઇ હાંસલ કરી લે છે. ખાસ કરીને નાના પડદાની ઘણી એવી યુવા અભિનેત્રીઓ છે, જેમને નાની ઉંમરમાં જ ખ્યાતિ મળી છે અને નેટવર્થની દૃષ્ટિએ તેઓ નાના પડદાની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.


અશનૂર કૌર
ટીવી પર બાળ અભિનેત્રી તરીકે પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર અશનૂર કૌર ટીવીની ટોચની યુવા અભિનેત્રીઓમાંની એક છે. 18 વર્ષની ઉંમર પહેલા જ અશનૂર ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. અભિનેત્રીની કુલ સંપત્તિ લગભગ 11 કરોડ રૂપિયા છે.


અવનીત કૌર
ટીવી પર નામ અને ખ્યાતિ મેળવ્યા બાદ અવનીત કૌર હવે મોટા પડદા તરફ વળ્યા છે. 21 વર્ષની અવનીત તેના ચાહકોમાં ઘણી ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લગભગ 32.7 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 11 કરોડ રૂપિયા છે.


અનુષ્કા સેન
ટીવી અભિનેત્રી અનુષ્કા સેનને કોઈ ઓળખની જરૂર નથી. ઘણી સિરિયલો અને મ્યુઝિક વીડિયોમાં દેખાઈ ચૂકેલી અનુષ્કા સેન નાની ઉંમરમાં જ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. 20 વર્ષની અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર 39 મિલિયન ફોલોઅર્સ છે અને અભિનેત્રીની કુલ સંપત્તિ 14 કરોડ રૂપિયા છે.


જન્નત ઝુબેર
ટીવીની સૌથી લોકપ્રિય અને યુવા અભિનેત્રી તરીકે ઓળખાતી જન્નત ઝુબૈરે પણ બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. 21 વર્ષની જન્નત ઘણી સિરિયલોમાં કામ કરી ચૂકી છે અને તે ટીવીની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 44.8 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે તેની કુલ સંપત્તિ 23 કરોડ છે.


અંજલિ અરોરા
‘કાચા બાદામ’થી લોકપ્રિયતા મેળવનારી અંજલી અરોરા પણ તેના ચાહકોમાં ઘણી લોકપ્રિય છે. મોટાભાગના લોકોને અંજલિના ડાન્સ મૂવ્સ ખૂબ ગમે છે. 22 વર્ષની અંજલિને ઈન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે અભિનેત્રીની કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયાની આસપાસ છે.

[ad_2]

Google search engine