[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

બોલીવૂડમાં વિવાદિત નિવેદનો આપીને અવારનવાર ચર્ચાનું કારણ બનતી કંગના રણોટ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બની છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટે સેક્સવર્કર ગંગુબાઈ કાઠિયાવાડીની ભૂમિકા ભજવી હતી, ત્યારે કંગનાએ તેની ટીકા કરી હતી. હવે મળતી માહિતી અનુસાર કંગના પોતે એક સેક્સ વર્કરનો રોલ ભજવવા જઈ રહી છે. કંગનાએ તાજેતરમાં એક નવી બાયોપિકની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તે બંગાળની થિયેટર આર્ટિસ્ટ નટી બિનોદિનીનું પાત્ર ભજવતી નજર ચઢશે. પણ અહિયાં સવાલ એ છે કે તે એક થિયેટર આર્ટિસ્ટ હોવાને છતાં વેશ્યા કેમ કહેવામાં આવી?
નટી બિનોદિનીનો જન્મ કોલકાતામાં એક વેશ્યાવૃત્તિ સમાજમાં થયો હતો પણ નટી એક અભિનેત્રી બની. એમને તેમના ઍક્ટિંગ કરિયરની શરૂઆત 12 વર્ષની ઉંમરે કરી હતી અને 23 વર્ષની ઉંમરે એમને કામ કરવાનું છોડી દીધું હતું. નટીનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને એમ કહેવાતું હતું કે એ પણ વેશ્યાવૃત્તિમાં સામેલ હતી. જાણીને નવાઈ લાગશે કે નટીએ પોતે જ પોતાની બાયોગ્રાફીમાં ખુદને પ્રોસ્ટીટ્યુટ કહી હતી. નટીના લગ્ન માત્ર પાંચ વર્ષની ઉંમરે થઈ ગયા હતા એ છતાં તેના પતિ સાથે કોઈ સંબંધ નહતા.
નોટી બિનોદિનીએ ગ્રેટ નેશનલ થિયેટરમાં દ્રૌપદીની એક નાના રોલથી ડેબ્યૂ કર્યું હતું. એમને બંગાળ થિયેટરમાં પણ કામ કર્યું હતું. આ પછી નટ્ટીએ ગિરી ચંદ્ર ઘોષ પાસેથી અભિનય શીખ્યો અને 1883 માં બંનેએ સાથે સ્ટાર થિયેટર શરૂ કર્યું હતું. નટ્ટી એક સારી અભિનેત્રી હતી પરંતુ તેમ છતાં તેને સમાજમાં એ દરજ્જો ન મળ્યો જેની તે હકદાર હતી. જણાવી દઈએ કે નટીને લખવાનો ખૂબ જ શોખ હતો અને એમને જ પોતાની ઓટો બાયોગ્રાફી અમર કથા પણ લખી છે. આ સિવાય એમને ઘણી કવિતાઓ અને વાર્તાઓ પણ લખી છે. નટીએ તેના જીવનમાં ઘણા મોટા કામ કર્યા છે પણ ખૂબ જ નાની ઉંમરે એમને દુનિયાને અલવિદા કહી દીધું હતું.

[ad_2]

Google search engine