[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાતના પ્રવાસના અંતિમ દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવાના છે. જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ વડપ્રધાનના કાર્યક્રમને લઈને દર્દીઓ અને તેમના સગાવાલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે એક એમ્બ્યુલન્સ રસ્તો આપે તો વાહવાહી થઇ જાય છે પણ અહી તો બે દિવસથો 50-60 એમ્બ્યુલન્સ રોકી રખાઈ છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ કરવા ના પહોંચે તે માટે આજે સવારથી પોલીસે NSUI ના કાર્યકરોની પણ અટકાયત કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે અમદવાદ સિવિલ એશિયા ની સૌથી મોટી હોસ્પિટલ છે. વડપ્રધાનના કાર્યક્રમને લઈને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી 2 દિવસથી સમગ્ર હોસ્પિટલને બાન માં લેવામાં આવી છે. દર્દીના સગા ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ક્રિટીકલ કેર વિભાગોના દર્દીઓના સગા ને પ્રવેશ નથી અપાતો. હોસ્પીટલમાં ક્રિટીકલ દર્દીઓ ખાસ કરીને બાળકો અને વૃદ્ધો હોય ત્યારે સાઈલેન્ટ ઝોનમાં પણ મોદી સાહેબ સભા સંબોધશે. દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવમાં આવ્યું છે. ઓપરેશન રદ કરવામાં આવ્યા છે નવી તારીખો પણ નથી અપાઈ. એક એમ્બ્યુલન્સને રસ્તો આપે ત્યારે વાહવાહી થાય છે. પણ 50-60 એમ્બ્યુલન્સોની એન્ટ્રી જ સિવિલ હોસ્પિટલમાં બંધ કરાવી દીધી છે. સાયલન્ટ ઝોનમાં આવો કાર્યક્રમ ગોઠવાયો તે ચિંતા નો વિષય છે.
ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા NSUIના આગેવાન નારાયણ ભરવાડ,તોષીત મકવાણા,ભાવિક રોહિત સહિત 10 જેટલા NSUIમાં કાર્યકરોની રામોલ,ઓઢવ અને અમરાઈવાડી પોલીસે સવારે જ તેમના ઘરેથી અટકાયત કરી હતી. NSUI દ્વારા આજે બપોરે એક સ્કૂલમાં ફી મામલે વિરોધ કરવાનો કાર્યક્રમ હતો. ત્યાર બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. NSUI ના કાર્યકરો PM મોદીના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ ના કરે તે માટે સવારે જ તેમના ઘરેથી અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિવિલ હોસ્પિટલમાં 712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલને અંદર અને બહારથી શણગારવામાં આવી છે.

[ad_2]

Google search engine