[ad_1]
કહેવાય છે કે માણસ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેને કશું દેખાતું નથી. પ્રેમમાં બધું ન્યાયી છે. જીવનના કોઈપણ તબક્કે ક્યારે કોઈને પ્રેમ થઈ જશે તે કોઈ જાણતું નથી. પ્રેમ નાની ઉંમરે થઈ શકે છે,અને તે વૃદ્ધોને પણ અસર કરી શકે છે. 50 વર્ષની શાઝિયાએ આ વાત સાચી સાબિત કરી છે. જે પોતાનાથી 30 વર્ષ નાના ફારૂકના પ્રેમમાં પડી હતી. પોતાના નોકરને પ્રેમ કરતી આ મહિલાએ પ્રેમની આડમાં ઉંમરનો તફાવત આવવા દીધો નથી.
પ્રિયંકા ચોપરા – નિક જોનાસ , મલાઈકા અરોરા – અર્જુન કપૂર , સુષ્મિતા સેન-રોહમન શૉલ, નેહા કક્કર-રોહનપ્રીત સિંઘ અને તાજેતરમાં જ ગૌહર ખાન-ઝૈદ દરબાર – ઘણા સેલિબ્રિટી કપલ્સે ઉંમરના અંતરને તોડી નાખ્યું છે. તેમના પ્રેમમાં ઉંમરને વચ્ચે આવવા દીધી નથી.
શાઝિયાએ જણાવ્યું હતું કે તે એકલી રહેતી હોવાથી તેણે ફારુકને નોકરી પર રાખ્યો હતો. ફારુક ખાવાનું પણ સારુ બનાવતો હતો અને ઘરકામ પણ સારુ કરતો હતો. ટૂંક સમયમાં જ નાઝિયા ફારુકની સાદગી અને સારા સ્વભાવ પર મોહી ગઈ. તેની સાદગીએ તેનું દિલ જીતી લીધું હતું અને તે તેની બધી આદતોને પસંદ કરવા લાગી હતી. ત્યાર બાદ તેણે તેના નોકરને પ્રપોઝ કર્યું હતુ.
શાઝિયાએ જણાવ્યું હતું કે જ્યારથી ફારુક તેના ઘરમાં કામ કરવા આવ્યો છે ત્યારથી તેણે ક્યારેય તેને નોકર માન્યો જ નથી. તેને ઘરના જ એક સભ્ય તરીકે જ ગણવામાં આવ્યો હતો.
બીજી બાજુ ફારુકે જણાવ્યું છે કે ભલે શાઝિયાએ તેને પ્રપોઝ કર્યું હોય, પરંતુ તે પોતે પણ શાઝિયાને બહુ ચાહતો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્નમાં ઉંમર જોવામાં આવતી નથી. સામેવાળી વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે, એ જ જોવામાં આવે છે. તે શાઝિયા માટે તેના પ્રાણ પણ આપી શકે છે.
જ્યારે પરંપરાગત સામાજિક સેટ-અપ એવી અપેક્ષા રાખે છે કે સ્ત્રી સંબંધમાં પુરુષ કરતાં નાની હોય, ત્યારે શાઝિયા-ફારુક જેવા એકલ દોકલ કેસોને નવા પ્રકાશમાં જોવાની જરૂર છે.
[ad_2]