[ad_1]
હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત હોલીવુડ ફ્રેન્ચાઇઝી હેરી પોટરમાં ‘રુબિયસ હેગ્રીડ’ની ભૂમિકા ભજવનાર અભિનેતા રોબી કોલટ્રેનનું 72 વર્ષની વયે અવસાન થયું છે. હેરી પોટર માટે જાણીતો રોબી બ્રિટિશ સિરીઝ ‘ક્રેકર’માં તેના શાનદાર અભિનય માટે પ્રખ્યાત હતા. રોબીના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રોબી કોલટ્રેનનો જન્મ 30 માર્ચ 1950ના રોજ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં થયો હતો. તેમનું સાચું નામ એન્થોની રોબર્ટ મેકમિલન હતું. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે રોબીએ અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું ત્યારે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા બાદ રોબીએ ક્લબમાં સ્ટેન્ડ-અપ કોમેડી કરવાનું શરૂ કર્યું હતો.
કોલટ્રેને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તેમને ફ્લેશ ગોર્ડન, બ્લેકડેડર અને કીપ ઈટ ઇન ધ ફેમિલી જેવા શોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે અ કિક અપ ધ એઈટસ, ધ કોમિક સ્ટ્રીપ અને આલ્ફ્રેસ્કો જેવા કોમેડી શોમાં પણ જોવા મળ્યો હતો. 1993 અને 2006 વચ્ચે પ્રસારિત થયેલી જીમી મેકગોવર્નની ક્રેકર શ્રેણીમાં રોબી અસામાજિક ગુનાહિત મનોવિજ્ઞાની તરીકે દેખાયા હતા.
આ બધા સિવાય હેરી પોટરમાં રુબિયસ હેગ્રીડ ધ જાયન્ટના રોલથી રોબીને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ પ્રખ્યાત ફ્રેન્ચાઈઝીની શરૂઆત 2001માં હેરી પોટર એન્ડ ધ સોર્સર સ્ટોનથી થઈ હતી. આ ફિલ્મ માટે તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. રોબી કોલટ્રેનનું અવસાન એ મનોરંજન જગત માટે મોટી ખોટ છે.
[ad_2]