[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મતગણતરી આઠમી ડિસેમ્બરે: ગુજરાત અંગે જાહેરાત ન કરાઈ

ચૂંટણીની જાહેરાત: દિલ્હીમાં શુક્રવારે પત્રકાર પરિષદ બોલાવીને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર (મધ્યમાં) સાથે ચૂંટણી કમિશનર ચંદ્રા પાન્ડે (જમણે) અને નાયબ ચૂંટણી કમિશનર નીતેશ વ્યાસ. (એજન્સી)
——
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૧૨મી નવેમ્બરે યોજાશે એવી જાહેરાત ચૂંટણીપંચે શુક્રવારે કરી હતી. મતગણતરી આઠમી ડિસેમ્બરે કરવામાં આવશે, એમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
૧૭ ઑક્ટોબરથી ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ કરવામાં આવશે. પચીસ ઑક્ટોબર ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ તારીખ હશે. ૨૯, ઑક્ટોબર સુધીમાં ઉમેદવારીપત્રક પાછું ખેંચી શકાશે.
કુલ ૭,૮૮૧ મતદાન મથક હશે જેમાંથી ૧૪૨ મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ અને ૩૭ વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવશે. જોકે, ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નહોતી કરી. ગુજરાત વિધાનસભાની મુદત વર્ષ ૨૦૨૩ની ૧૮મી ફેબ્રુઆરીએ પૂરી થાય છે.
૬૮ બેઠક ધરાવતી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પંચાવન લાખ કરતા પણ વધુ પાત્ર મતદાતા મતદાન કરશે, એમ તેમણે કહ્યું હતું.
૧.૮૬ લાખ કરતા પણ વધુ મતદાતાઓ એવા છે જે પ્રથમ જ વખત મતદાન કરશે તો ૮૦ વર્ષથી વધુ વયજૂથના ૧.૨૨ લાખ અને ૧૦૦ કે તેથી વધુ વર્ષની ઉંમરના ૧,૧૮૪ મતદાર છે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૬૮માંથી ૪૪, કૉંગ્રેસે ૨૧, સ્વતંત્ર પક્ષોએ બે
અને માર્ક્સવાદી પક્ષે એક બેઠક મેળવી હતી.
ભાજપે કુલ માન્ય મતના ૪૮.૭૯ ટકા, કૉંગ્રેસે ૪૧.૬૮ ટકા અને સ્વતંત્ર પક્ષોએ ૬.૩૪ ટકા મત મેળવ્યા હતા.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે અને બનાવટી સમાચાર ફેલાવનાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી સજા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

 

[ad_2]

Google search engine