[ad_1]

જ્યોતિષશાસ્ત્રમાં હસ્તરેખાઓના આધારે ભવિષ્ય જણાવવામાં આવે છે. ભાગ્ય રેખા, જીવન રેખા, હૃદય રેખા, વિવાહ રેખા, ધન રેખા વગેરે પરથી ખબર પડે છે કે વ્યક્તિના નસીબમાં ધન છે કે દરિદ્રતા. હાથમાં અમુક નિશાનને આધારે પણ આવું જણાવવામાં આવે છે, જે વ્યક્તિને અપાર ધન અને ઐશ્વર્ય અપાવે છે.
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર ત્રિકોણ, દ્વીપ, માછલી અને કળશના નિશાનને અત્યંત શુભ માનવામાં આવ્યાં છે. જો હથેળી પર માછલીનુ નિશાન હોય તો વ્યક્તિ ખૂબ અમીર બને છે. તેને અચાનક ઘણા બધા નાણા મળે છે. તો આ શુભ નિશાન તેને દેશ-દુનિયાની યાત્રા પણ કરાવે છે અને સન્માન અપાવે છે.
હથેળીની વચ્ચે મંદિર અથવા સાથિયાનુ નિશાન હોવુ ખૂબ જ શુભ હોય છે. આવા જાતક ખૂબ ભાગ્યશાળી હોય છે અને ઉચ્ચ પદ મેળવે છે.
જે વ્યક્તિઓની હથેળી પર રથ અથવા ત્રિશુળ જેવા નિશાન હોય તેઓ જીવનમાં અપાર સફળતા મેળવે છે. તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં શિખર પર જાય છે અને ખૂબ માન-સન્માન મેળવે છે. આવા માણસ દરેક કામમાં સફળ થાય છે.
હિન્દુ ધર્મમાં કમળના ફૂલને અત્યંત શુભ માનવામાં આવ્યું છે. માં લક્ષ્મીને કમળનુ ફૂલ અત્યંત પ્રિય છે. જે લોકોની હથેળીમાં કમળનુ ફૂલ હોય તેના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે અને તેઓ ખૂબ ધન-દોલત કમાય છે. આવા જાતક વધતી ઉંમરની સાથે અમીર પણ બને છે.
Post Views:
92
[ad_2]