[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





મુંબઈ: રાજ્યમાં સત્તામાં પલટો થયા બાદ શિંદે-ફડણવીસ સરકારે ફરી એક વાર મોલમાં વાઈનનું વેચાણ શરૂ કરવાનો સંકેત આપ્યો છે. તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારે મોલમાં વાઈનનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, જનતા અને ભાજપના વિરોધ બાદ આ નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવ્યા બાદ હવે ફરી એક વાર આ નિર્ણયને અમલમાં મૂકવાની વિચારણા ચાલી રહી છે. મોલમાં વાઈનનું વેચાણ એ ખેડૂતોના હિતમાં હોઇ આ અંગે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે ચર્ચા ચાલી હોવાની માહિતી એક્સાઈઝ ખાતાના પ્રધાન શંભુરાજ દેસાઈએ આપી હતી.
મોલમાં વાઈનના વેચાણનો મુસદ્દો જનતાની સમક્ષ રાખવામાં આવ્યો હતો. આ સંદર્ભે નાગરિકોના મત પણ જાણવામાં આવ્યા હતા. જુલાઈ મહિનાના અંતમાં આ અંગે અનેક લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. આથી આ નિર્ણયના સમર્થનમાં અનેક વિરોધમાં કેટલા મત છે તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. એક્સાઈઝ વિભાગના સેક્રેટરી અને કમિશનર આના પર કામ કરી રહ્યા છે. આગામી ૧૫ દિવસમાં આ સંદર્ભનો અહેવાલ મારી પાસે આવશે, ત્યાર બાદ હું પોતે તેનો અભ્યાસ કરીને લોકોનો મત શો છે એ જાણીશ અને ત્યાર બાદ નિર્ણય લઇશ, એવું દેસાઈએ જણાવ્યું હતું.



Post Views:
45




[ad_2]

Google search engine