[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





પશુઓમાં થતો ચેપી રોગ- લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી)એ હવે મુંબઇમાં પણ દેખાદીધી છે. આ રોગ હવે સત્તાવાર રીતે મુંબઈ મુંબઇ સુધી પહોંચી ગયો છે. આરે કોલોનીમાં આવેલા બે પશુમાં આ રોગના લક્ષણોની પુષ્ટિ થઇ છે. પશુપાલન વિભાગે લોકોને આ અંગે નહીં ગભરાવા જણાવ્યું છે કારણ કે આ રોગ ચેપી નથી અને પશુમાંથી મનુષ્યને આ રોગનો ચેપ લાગવાની સંભાવના નથી.
પશુપાલન વિભાગે જણાવ્યું છે કે રોગની રોકથામથી લઈને પીડિત પ્રાણીઓની સારવાર સુધીની દરેક બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. આ રોગ ફાટી નીકળ્યો ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 75,000 પશુના જીવ ગયા છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યના 17 જિલ્લામાં કુલ 352 સંક્રમિત પ્રાણીઓના મોત થયા છે, જેમાં 122 પશુ તો જલગાંવ જિલ્લામાં લમ્પી વાયરસથી મૃત્યુ પામ્યા છે.
નોંધનીય છે કે એલએસડી માત્ર ગાય-વર્ગના પ્રાણીઓમાં જ જોવા મળે છે. આજની તારીખમાં, ભેંસોમાં એલએસડીનો એક પણ કેસ જોવા મળ્યો નથી. આરે કોલોનીમાં તમામ ગાય-વર્ગના પ્રાણીઓનું રસીકરણ થઈ ચૂક્યું છે. મુંબઈની વિવિધ ગૌશાળાઓ અને ગૌશાળાઓમાં આવેલી ગાયોને MCGM સત્તાવાળાઓ દ્વારા રસી આપવામાં આવી છે. વાયરસ પશુઓના દૂધમાં પ્રવેશી શકતો નથી તેથી ગભરાવાની કે અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી, એમ પશુપાલન વિભાગે જણાવ્યું હતું.
આ રોગ ચામડીના રોગના વાયરસને કારણે થાય છે, જેમાં ગાયના શરીર પર ગઠ્ઠા ઉપસી આવે છે. આ મચ્છર દ્વારા ફેલાતો ચેપી વાહકજન્ય રોગ છે, જે અન્ય ગાયોને અસર કરે છે.



Post Views:
53




[ad_2]

Google search engine