[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું લંબાઈ ગયું છે, તેમાંય વળી એકલા મુંબઈમાં ૪૦૦ મિલિમીટર જેટલો વરસાદ નોંધાયા પછી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટર-નેશનલ એરપોર્ટ ની મરમ્મતની કામગીરી માટે એરપોર્ટના બંને રન-વેનું કામકાજ નિર્ધારિત સમયમાં સફળતાપૂર્વક પાર પાડ્યું છે, તેથી આગામી દિવસોમાં ફ્લાઈટસનું સંચાલનકાર્ય વધુ સરળ અને વિના વિઘ્ને થશે.
છ કલાક માટે બંને રન-વે બંધ કરવાને કારણે અમુક ફ્લાઈટસની સર્વિસ પર પાંખી અસર પડી હતી, પરંતુ કોઈ ફ્લાઈટ્સને રદ કરવાની નોબત આવી નહોતી, જ્યારે ઓપરેશનલ કામગીરી પર કોઈ વિશેષ અસર થઈ નહોતી, એમ એરપોર્ટના પ્રવક્તાએ દાવો કર્યો હતો.
આ વર્ષે ભારે ચોમાસું પસાર થયું છે, તેથી એરપોર્ટના બંને રન-વે (૯/૨૭ અને ૧૪/૩૨)નું પરીક્ષણ અને મરમ્મતનું કામકાજ જરૂરી હતું, જેથી મંગળવારે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારના અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મરમ્મતનું કામકાજ ચાલ્યું હતું, જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. સીએસએમઆઈએના રન-વે ૧૪-૩૨ માટે રન-વે પરની વિવિધ કામગીરી અંતર્ગત રન-વે પર લાઈટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી હતી, જ્યારે નવ નંબરના રન-વેની શરૂઆતમાં એજીએલ (એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ્સ)ને અલગ કરવા માટે અંડરગ્રાઉન્ડ વાયરના ટ્રેન્ચિંગનું કામકાજ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પાંચ હજારથી વધુ એરોનોટિકલ લાઈટસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રન-વે સ્ટ્રિપ પર ડ્રૈન પિટ્સ અને ચેમ્બર્સ, લાઈટિંગ માટે જરૂરી કેબલ્સ તથા નેવિગેશનલ એડ્સની તપાસ કરવામાં આવી હતી.
એરપોર્ટના બંને રન-વેના મરમ્મતની કામગીરીમાં ફાયર બ્રિગેડ સહિત અન્ય સરકારની એજન્સીના કર્મચારીઓએ ભાગ લીધો હતો. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજના ૮૦૦થી વધુ ફલાઈટસ અવરજવર કરે છે, પરંતુ અવારનવાર ફ્લાઈટસને કેન્સલ કરવાની નોબત આવતી હોય છે. એટલું જ નહીં, અમુક ફ્લાઈટસને પક્ષીની ટક્કર અથવા અન્ય અવરોધો આવતા હોય છે, જે અંતર્ગત આફટર મોન્સૂન બ્લોક લઈને મરમ્મતનું કામકાજ પાર પાડવામાં આવ્યું છે.

[ad_2]

Google search engine