[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

બોલીવૂડનો રોમાન્સ કિંગ શાહરુખ ખાન પાંચ વર્ષ બાદ પઠાન ફિલ્મમાં દમદાર પાત્ર ભજવતો જોવા મળશે ત્યારે ચાહકો પણ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી’ ‘પઠાણ’ માં શાહરૂખ જાસૂસની ભૂમિકા ભજવતો જોવા મળશે.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ નથી થયો ત્યાં તો મકર્સે બીજા ભાગની તૈયારી પણ શરૂ કરી નાંખી છે. ‘પઠાન’ ફિલ્મમાં શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે, તો જોન પણ વિલનના રોલમાં છે. તો બીજી તરફ દિલચસ્પ વાત એ છે કે, ‘પઠાણ-2’માં નવા સ્ટાર્સની કાસ્ટિંગ કરવામાં આવશે.

નોંધનીય છે કે શાહરુખ વર્ષ 2018માં ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ નિષ્ફળ થયા બાદ તે પાંચ વર્ષ બાદ ફરી મોટા પડદે દેખાશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

[ad_2]

Google search engine