[ad_1]

એમ કૅપમાં ₹ ૪.૯૦ લાખ કરોડનું ધોવાણ, રૂપિયો નવી વિક્રમી નીચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ રિઝર્વના આક્રમક દર વધારા અને રશિયાના આક્રમણની ચીમકી વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારના ધોવાણ પાછળ સ્થાનિક બજારમાં પણ સાર્વત્રિક વેચવાલીનો મારો શરૂ થતાં સેન્સેક્સ ૧,૦૨૦ પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે, નિફ્ટી ૧૭,૩૫૦ની નીચે સરક્યો હતો.
ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ૧૯ પૈસાના કડાકા સાથે ૮૦.૯૮ની નવી ઓલટાઇમ નીચી સપાટીએ પટકાયો હોવાથી પણ બજારનું માનસ ખરડાયું હતું.
સપ્તાહના અંતિમ સત્રમાં બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૨૭૬.૬૪ લાખ કરોડ રહ્યું હતું, જે ગુરુવારના રૂ. ૨૮૧.૫૪ લાખ કરોડના આંકડા સામે રૂ. ૪.૯૦ લાખ કરોડનું ધોવાણ દર્શાવે છે.
નિષ્ણાતો જણાવે છે કે, વિવિધ પરિબળ જોતાં શેરબજારમાં થોડા દિવસ અફડાતફડી ચાલુ રહેશે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતી, રૂપિયાનું ધોવાણ ચાલુ રહેશે તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી વધી શકે છે. આ સંજોગોમાં રોકાણકારો માટે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવી હિતાવહ છે.
સતત ત્રીજા સત્રની પીછેહઠમાં તમામ સેક્ટરલ ઇન્ડેક્સ તીવ્ર વેચવાલી વચ્ચે નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા. આ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી.
બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૨.૨૮ ટકાનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સમાં ૨.૩૫ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૨ ટકા તૂટ્યો હતો.
માર્કેટબ્રેથ નબળી થઇ ગઇ હતી અને કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૯૫૯ શેરમાં જોવા મળેલા સુધારા સામે ૨૪૧૭ શેરના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ૧૦૬ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈનો સમાવેશ હતો, જ્યારે ડિવિસ લેબોરેટરીઝ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, સિપ્લા અને આઈટીસીનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો.
તમામ ક્ષેત્રીય શેરઆંક નેગેટીવ ઝોનમાં સરક્યા હતા, જેમાં કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, બેંક પ્રત્યેક ઇન્ડેક્સ બેથી ત્રણેક ટકા તૂટયા હતા.
Post Views:
34
[ad_2]