[ad_1]

Surat: સુરતની એક રેસ્ટોરન્ટમાં ગૌ-માંસ પીરસાતું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે 60 કિલો પશુ-માંસ પકડી પાડયું છે. તપાસ બાદ 2 થેલીમાં 20 કિલો ગૌમાંસ અને 4 થેલીમાં 40 કિલો ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે, રેસ્ટોરન્ટમાં નોનવેજની જે આઈટમો બનાવવામાં આવતી તેમાં ગૌ-માંસ મિક્સ કરી લોકોને પિરસવામાં આવી હતી. પોલીસે હાલ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ લાલગેટ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલતી હતી. બજરંગદળના દક્ષિણ ગુજરાતના સંયોજક દેવીપ્રસાદ દુબેને બાતમી મળી હતી કે, શહેરની કેટલીક રેસ્ટોરન્ટ્સમાં નોનવેજની વાનગીની સાથે ગૌમાંસની વાનગીઓ પણ પીરસાઇ રહી છે. તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે દરોડા પાડી રેસ્ટોરન્ટના ફ્રીઝમાંથી 6 પ્લાસ્ટીકની થેલીમાં 60 કિલો પશુ-માંસ પકડી પાડયું હતું. બાદમાં એફએસએલમાં સેમ્પલો તપાસ માટે મોકલ્યા હતા.એફએસએલના રિપોર્ટમાં 2 થેલીમાં 20 કિલો ગૌમાંસ અને 4 થેલીમાં 40 કિલો ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાન(25) અને ખાટકી અંસારની સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની ધરપકડ કરી છે. ખાટકી અંસાર હજુ ફરાર છે. લાલગેટ પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Post Views:
109
[ad_2]