[responsivevoice_button voice="Hindi Female"]
[ad_1]
અંકલેશ્વર: ગટર અને રોડ રસ્તાની ખરાબ સ્થિતિના સમાચારનું કવરેજ કરવા આવેલા પત્રકારે આ સમાચાર પ્રસારિત ન કર્યા હોવાથી સ્થાનિકોએ તેને ઢોર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. નીરજ પંડ્યા નામના પત્રકારે આ વિસ્તારમાં જઈને તેઓની સમસ્યાઓનું કવરેજ કર્યું હતું પરંતુ સમાચાર તૈયાર ન થયા હોવાથી પ્રસારિત કરવામાં આવ્યા ન હતા.
આ વાતનો ગુસ્સો લઈને બે બે સ્થાનિક સોનુ અને મિશ્રા નામની વ્યક્તિએ તેને માર માર્યો હતો અને તેના હાથ પગમાં ભારે ઈજા થઈ હતી. આ અંગે શરૂઆતમાં પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું તેવી ફરિયાદ પત્રકાર જગતમાં થઈ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પત્રકારો પર હુમલા થવાની ઘટના દિવસે દિવસે વધતી જાય છે જે ગંભીર વાત છે.
[ad_2]