[ad_1]
હિન્દી સિનેમાના સુપરહીરો કહેવાતા અમિતાભ બચ્ચન તેમના ભારે અવાજ અને ફિલ્મોના અભિનય માટે ખૂબ જ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દાયકાઓથી સિનેમા જગતનો એક ભાગ છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે 80 વર્ષના થઈ રહ્યા છે. માયાનગરીમાં પોતાનું નામ કમાતા પહેલા કોલકાતા તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને તેઓ તેમના કોલેજકાળ દરમિયાન નાટકોમાં પણ ભાગ લેતા હતા. પરંતુ ટેલેન્ટ હન્ટમાં મોકલવામાં આવેલા તેમના ફોટા પર કોઈ જવાબ ન મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા. આ પછી તેમને કોલકાતામાં નોકરી મળી અને તેઓ અહીં શિફ્ટ થઈ ગયા. તેઓ કોલકાતાની એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. તેઓ લગભગ 7-8 વર્ષ કોલકાતામાં રહ્યા હતા. આ દરમિયાન તેમને દર મહિને 500 રૂપિયાનો પગાર મળતો હતો. તે જ સમયે કોલસાની ખાણમાં કામ કરતી વખતે તેઓ ધનબાદ જતા રહ્યા હતા. બિગ બીએ એકવાર કહ્યું હતું કે, ‘શહેરમાં હવે ઘણું બદલાઈ ગયું છે. અનેક ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. મને વિક્ટોરિયા મેમોરિયલની સામે પાણીપુરી ખાવાનું ગમે છે. આજે પણ મને કોલકાતા પ્રત્યે લગાવ છે.
અમિતાભ બચ્ચને કોલકાતામાં કામ કર્યું એટલું જ નહીં, તેમને અહીંની એક છોકરી સાથે પ્રેમ પણ થયો. તેઓ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ વિધિને કંઇક જુદુ જ મંજૂર હતું. તેઓ તેમના સપના પૂરા કરવા મુંબઈ આવ્યા. એક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તેમને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં પહેલી ફિલ્મ ફ્લોપ થયા પછી તેમને વધુ 12 ફ્લોપ ફિલ્મો આપી. જે પછી લોકોએ તેમની સાથે કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું, પરંતુ તેમણે હાર ન માની.
અમિતાભ બચ્ચનનો કોલકાતા સાથે એક અલગ સંબંધ છે. જૂના કોલકાતાના બાલીગંજ વિસ્તારમાં અમિતાભ બચ્ચનના નામ પર તેમના ચાહકો દ્વારા એક મંદિર બનાવવામાં આવ્યું છે. બે રૂમના મંદિરમાં પ્રથમ રૂમમાં અભિનેતાની ફિલ્મોના ફોટોગ્રાફ્સનો સંગ્રહ અને બીજા રૂમમાં સિંહાસન જેવી ખુરશી પર અમિતાભ બચ્ચનની પ્રતિમા સાથેનું મ્યુઝિયમ છે. આ મૂર્તિ અક્સ ફિલ્મ દરમિયાનના દેખાવની છે. ખુરશી પર બે સફેદ શૂઝ પણ છે, જે બિગ બીએ અગ્નિપથ ફિલ્મમાં પહેર્યા હતા. આ મંદિરની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. અહીં દરરોજ 6 મિનિટની ફિલ્મી આરતી ગાઈને તેમના ચંપલની પૂજા કરવામાં આવે છે. આરતી પહેલા નવ પાનાની અમિતાભ ચાલીસા પણ વાંચવામાં આવે છે અને પછી પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
[ad_2]