[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી પાણીજન્ય કહેવાતી બીમારી ગૅસ્ટ્રો અને મલેરિયાના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં જ મલેરિયાના કેસ ૩૯૮ તો ગૅસ્ટ્રોના ૨૦૮ કેસ નોંધાયા છે.
મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ચાલુ જ છે. સતત વરસાદને કારણે પાણીજન્ય કહેવાતી બીમારી ગૅસ્ટ્રો અને મચ્છર કરડવાથી થતી મલેરિયા અને ડૅન્ગ્યૂના કેસમાં સતત વધી રહ્યા છે. પહેલી સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં મુંબઈમાં મલેરિયાના ૩૯૮, લૅપ્ટોના ૨૭, ડૅન્ગ્યૂના ૧૩૯, ગૅસ્ટ્રોના ૨૦૮, હેપેટાઈટીસના ૪૫, ચિકનગુનિયાના બે અને સ્વાઈન ફ્લૂના છ કેસ નોંધાયા છે.
તેની સામે ગયા વર્ષે સપ્ટેમ્બરના મલેરિયાના ૬૦૭, લૅપ્ટોના ૪૬, ડૅન્ગ્યૂના ૨૫૬, ગૅસ્ટ્રોના ૨૪૫, હેપેટાઈટીસના ૨૮ કેસ અને એક મોત તો ચિકનગુનિયાના સાત અને સ્વાઈનફ્લૂના ૯ કેસ નોંધાયા હતા.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ પહેલી જાન્યુઆરીથી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં મલેરિયાના ૨,૯૯૦, લૅપ્ટોના ૧૯૦, ડૅન્ગ્યૂના ૪૯૨, ગૅસ્ટ્રોના ૪૨૬૦, હેપેટાઈટીસના ૪૧૪, ચિકનગુનિયાના ૧૨ અને સ્વાઈન ફ્લૂના ૩૦૪ કેસ નોંધાયા હતા.



Post Views:
6




[ad_2]

Google search engine