[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

પત્રાચાલ મની લોન્ડ્રિંગ કેસ પ્રકરણે જેલમાં બંધ શિવસેના નેતાએ આઠણી ઓગસ્ટના રોજ સેશન કોર્ટમાં તેમની માતાને પત્ર લખ્યો હતો, જેને આજે એટલે કે બુધવારે તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે શિવસેનાને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

સંજય રાઉતે પત્રમાં લખ્યું હતું કે,
પ્રિય માં
જય મહારાષ્ટ્ર!
ઘણા વર્ષોથી પત્ર લખવાની તક મળી નથી. રોજ સામના માટે હેડલાઈન્સ અને કોલમ લખી છે, પરંતુ જ્યારે પ્રવાસે જવાનું થાય ત્યારે ફોન પર સવાર સાંજ રોજ આપણી વાતચીત થતી હતી, એટલે તને એક વિસ્તૃત પત્ર લખવાનું છૂટી ગયું હતું. હવે કેન્દ્ર સરકારે મને પત્ર લખવાની તક આપી છે.
મારી ઈડીની કસ્ટડી પૂરી થઈ છે. જ્યૂડિશિયલ કસ્ટડીમાં જવા પહેલા કોર્ટની બહાર બેન્ચ પર બેસીને હું લખી રહ્યો છું. રવિવારે (પહેલી ઓગસ્ટ) જ્યારે ઈડીના અધિકારીઓ ઘરે દાખલ થયાં ત્યારે તમે માનનીય બાળાસાહેબ ઠાકરેની તસવીર નીચે અડીખમ બેઠા હતાં. જ્યારે તમારા રૂમ, મંદિર સહિત રસોડાની તપાસ થતી હતી ત્યારે તમે ત્યાગની ભાવનાથી બધુ સહન કરી રહ્યા હતાં. તમને કદાચ અંદાજો આવી ગયો હતો કે આ ઘટના તમારી સાથે થવાની છે, પરંતુ સાંજે જ્યારે ઈડીના અધિકારીઓ મને લઈ જવા લાગ્યા ત્યારે તમે ભાવુક થઈ ગયા હતાં. ઘણા શિવસૈનિક ઘરની બહાર નારા લગાવી રહ્યા હતાં. એ ગર્જનામાં પણ તમારું દુઃખ મારા મનમાં ખૂંચી ગયું. તમે કહ્યું જલદી પાછો આવ.
કપરી પરિસ્થિતિમાં પણ તમે તમારા આંસુને રોકી રાખ્યા. માં હું જરૂર પાછો આવીશ. મહારાષ્ટ્ર અને આપણા દેશની આત્માને આટલી સરળતાથી મારી શકાય તેમ નથી. દેશ માટે લડી રહેલા હજારો સૌનિક બોર્ડર પર અડીખમ ઉભા છે, જે મહિનાઓ સુધી પોતાના ઘરે નથી જતાં. તેમાંથી કેટલાક તો ક્યારેય પાછા નથી આવતાં, હું અન્યાય સામે ઝુકીશ નહીં. અન્યાય વિરુદ્ધ લડી રહ્યો છું એટલે તમારાથી દૂર જવું પડ્યું.
ભુજબળ, રાણેના શિવસેના છોડ્યા બાદ મેં તમારો ગુસ્સો જોયો. હવે ફરી એક વાર જ્યારે શિંદે નામનું એક જૂથ ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરવા લાગ્યો ત્યારે તમે કહ્યું હતું કે, કંઈક કરો, શિવસેનાને બચાવો. શિવસેનાને બચાવવા માટે આપણે લડવું પડશે. વીર શિવાજી દરેક વખતે પડોશીના ઘરે શા માટે પેદા થાય છે? મેં તમારી પાસેથી શિવસેનાનું સ્વાભિમાન અને ઘનુષ શીખ્યું. આપણે ક્યારેય બાળાસેહબ સાથે બેઈમાની ન કરવી જોઈએ એ વાત પણ તમે શીખવાડી હતી. તમે આપેલી આ શીખ માટે લડવાનો સમય આવી ગયો છે અને તેમાં સંજય કમજોર થઈ જાય અને આત્મસમર્પણ કરે તો બહારવાળાઓને શું મોં દેખાડીશું? જો હું આ પરિસ્થિતિ સામે ઝૂક્યો હોત તો તે તમે પણ સ્વીકાર ન કર્યો હોત.
ઈડી, ઈન્કમ ટેક્સ અને અન્ય કારણોના ડરથી કેટલાક વિધાયકોએ શિવસેના સાથે છેડો ફાડી નાંખ્યો હતો. હું એ બેઈમાનોની સૂચિમાં જવા નથી માગતો. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા. ઘણા લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી મારા વિરુદ્ધ ખોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આડકતરી રીતે ઠાકરેનું સમર્થન છોડવાની ભલામણ કરવામાં આવી રહી છે. તિલક અને સાવરકરની જેમ ઘણા લોકોને આ પ્રકારના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. ઘણા શિવસૈનિકોએ પાર્ટી માટે જીવ આપી દીધો. તો જ્યારે શિવસેના સંકટમાં હોય અને મારા જેવો નેતા જો યુદ્ધના મેદાનમાંથી ભાગી જાય એ સંભવ નથી. ઉદ્ધવ ઠાકરે મારા પ્રિય મિત્ર અને સેનાપતિ છે. તેમના મુશ્કેલ સમયમાં જો હું તેમનો સાથ છોડી દઉં તો બાળાસાહેબને મોઢું કેવી રીતે બતાવી શકીશ?

તમારો પોતાનો
સંજય (બંધૂ)[ad_2]

Google search engine