[ad_1]
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેમારુ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હિરેન ગડાએ તાજેતરમાં ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત પબ્લિકેશન ‘મુંબઈ સમાચાર’ના ઍડિટર ઈન ચીફ નીલેશ દવે સાથે મુલાકાત કરી હતી અને તેમને કાચનો એક યુનિક પીસ ભેટસ્વરૂપે આપ્યો હતો. આ ઉપરાંત પત્રકારત્વના ક્ષેત્રમાં મુંબઈ સમાચારે સફળતાપૂર્વક ૨૦૦ વર્ષ પૂરાં કર્યાં હોવાની પણ તેમણે શુભેચ્છા આપી હતી. ખાસ વાત એ છે કે કાચનો આ યુનિક પીસ મુંબઈ અને ગુજરાતનું સમન્વય ધરાવે છે, જેમાં ગુજરાતની ખ્યાતનામ કાચની એમ્બ્રોઈડરી છે તો બીજી બાજુ સી લિંક, ગેટ-વે ઑફ ઈન્ડિયા જેવા મુંબઈના જોવાલાયક સ્થળોેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કળા-કારીગરીનો સમન્વય મુંબઈ અને ગુજરાતના પરસ્પર સંબંધોને સુંદરતાથી દર્શાવે છે. નોંધવા લાયક વાત એ છે કે નજીકના સમયમાં શેમારુ એન્ટરટેઈનમેન્ટ પોતાની ૬૦મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. શેમારુ એન્ટરટેઈનમેન્ટ તેના દર્શકોને સતત નોન-સ્ટોપ મનોરંજન પૂરું પાડવા કટિબદ્ધ છે.
મુંબઈ સમાચાર અને શેમારુ એન્ટરટેઇનમેન્ટ લાંબો સહયોગ કરવાના છે. બંનેની જુગલબંદી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અનેક કાર્યક્રમો કરશે અને આ રીતે ગુજરાતી ભાષાનો સેવાયજ્ઞ શરૂ કરશે.
The post શેમારુ એન્ટરટેઈનમેન્ટનાં ‘મુંબઈ સમાચાર’ને દ્વિશતાબ્દી પૂર્ણ કર્યા બદલ અભિનંદન appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]