[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મુંબઇ: નરક ચતુર્દશી (Narak Chaturdashi) ના દિવસે હનુમાનની પણ પૂજા થાય છે. નવરાત્રીનો તહેવાર આવે તે પછી એક પછી એક તહેવારો આવ્યા કરે છે. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે, પરંતુ શું તમને ખબર છે દિવાળીના એક દિવસ પહેલા જ નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે? આ દિવસને કાળી ચૌદશ (kali chaudash) પણ કહેવામાં આવે છે. આ દિવસ સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આ માન્યતાઓમાંથી એક બજરંગબલીની પૂજા છે, જે નરક ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા ભગવાન શ્રી કૃષ્ણ, માતા કાલી અને યમરાજની પૂજા વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો જાણતા નથી કે આ દિવસે બજરંગબલીની પૂજા કરવાનું શું મહત્વ છે? તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે બજરંગબલીની પૂજા શા માટે કરવામાં આવે છે.

વાલ્મીકિ રામાયણ અનુસાર હનુમાનજીનો જન્મ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયો હતો. આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે નરક ચતુર્દશીના દિવસે બજરંગબલીની પૂજા કરે છે, તેમને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. તેથી જ આ દિવસે બજરંગબલીની પણ પૂજા કરવામાં આવે છે.

બજરંગબલીને ખુશ કરવા શું કરવું?
નરક ચતુર્દશીના દિવસે એક નારિયેળ લઇને એને તમારા માથા પરથી સાત વાર ફેરવીને તેને બજરંગબલીને અર્પણ કરો. એવી માન્યતા છે કે આવું કરવાથી તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય પીપળાના પાનમાં ‘જય શ્રી રામ’ લખો અને તેની માળા બનાવો. આ માળા બજરંગબલીને પહેરાવો. તેનાથી કરિયરમાં પ્રગતિ થાય છે અને તમામ અવરોધો દૂર થાય છે.

આ ઉપાયોથી ફાયદો થશે

નરક ચતુર્દશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કરતા પહેલા તલના તેલથી માલિશ કરો અને પાણીમાં તલ નાખીને સ્નાન કરો. નરક ચતુર્દશી પર સ્નાન કર્યા પછી કપાળ પર રોલીનું તિલક લગાવો અને દક્ષિણ તરફ મુખ કરીને તલના પાણીથી યમરાજને તર્પણ કરો. આનાથી વ્યક્તિને નરકમાં મળતી યાતનાઓમાંથી મુક્તિ મળે છે.

શું નહિ કરવું
નરક ચતુર્દશીના રોજ મંદિર, રસોઈ, તુલસી, પીપળો, વડ અથવા આંબાના ઝાડની નીચે ગંદકી કરવી નહીં. આ દિવસે ત્યાં સફાઈ કરીને દીવો પ્રગટાવવો. આની પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શાંતિ કાયમ રહે છે. આ દિવસે દીપદાનનું ખુબ મહત્વ છે.

[ad_2]

Google search engine