[ad_1]
મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકારને લઈને સીએમ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. એકનાથ શિંદે જૂથે અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ચિન્હ ધનુષ અને તીર પર પોતાનો હાવો કર્યો છે. આ માટે શિંદે જૂથે શુક્રવારે ચૂંટણી આયોગની મુલાકાત લીધી હતી.
શિંદેએ અરજીમાં ચૂંટણી ચિન્હ અંગે નિર્ણય સંભળાવવાની માગણી કરી છે ત્યારે આ મામલે ચૂંટણી આયોગે ઉદ્ધવ ઠાકરેને પોતાનો પક્ષ રાખવા માટે આવતી કાલે બપોરે બે વાગ્યા સુધીની સમય આપ્યો છે સાથે એમ પણ જણાવ્યું છે કે શનિવારે બપોર સુધી કોઈ જવાબ ન આવે તો આયોગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.
ચૂંટણી આયોગે બંને જૂથોને સાત ઓક્ટોબર સુધી દસ્તાવેજો જમા કરવા માટેનો આદેશ આપ્યો હતો, પરંતુ ઠાકરે જૂથ તરફથી કોઈ દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા ન હોવાથી આયોગે ઉદ્ધવ ઠાકરે માટે લેટર જારી કર્યો છે, જેમાં લખ્યું છે કે એકનાથ શિંદેએ માગણી કરી છે કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ શિંદે જૂથને આપવામાં આવે.
[ad_2]