[ad_1]

ઉઝબેકિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેવા ગયેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત દરમિયાન કંઈક એવું થયું કે પુતિન હસી પડ્યા. જોકે, પુતિન હાસ્ય રોકવાનો પ્રયાસ કરતા રહ્યા. આ વીડિયા સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છએ અને ઇમરાન ખાનના સમર્થકો એની મઝા લૂંટી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરી હતી. જ્યારે બંને દેશના વડાઓ બેઠક માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે શાહબાઝ શરીફ સાથે કંઈક એવું થયું કે પુતિન હસી પડ્યા હતા.
પુતિન શાહબાઝ શરીફ પર હસી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને ઈમરાન ખાનના સમર્થકો શાહબાઝ શરીફને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શરીફ અને પુતિન મીટિંગ પહેલા ખુરશીઓ પર બેઠા છે. પુતિન સાથે વાતચીત શરૂ કરતા પહેલા, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ માઇક ઇયરફોન લગાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેમાં સફળ નથી થતા. પુતિન સતત તેમની તરફ જોઇ રહ્યા છે, પણ શાહબાઝ શરીફ ઇયરફોન લગાવી નથી શકતા. આખરે તેઓ ત્યાં ઉપસ્થિત અન્ય વ્યક્તિ પાસે ઇયરફોન લગાવવા મદદ માગે છે. આ સમય દરમિયાન પુતિન હસતા ચહેરા સાથે પોતાના હાસ્યને કંટ્રોલ કરતા જોવા મળે છે.
ઈમરાન ખાનના સમર્થકો શાહબાઝ શરીફના વીડિયો પર ખૂબ મજા લૂંટી રહ્યા છે. ઘણા લોકોએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના મિસ્ટર બીન પણ કહ્યા છે.
Post Views:
167
[ad_2]