[ad_1]
નવ સીટર સ્કૂલ વૅનમાં ૩૧ વિદ્યાર્થીઓ ભરાયા
નાગપુર: નાગપુરમાં નવ સીટર સ્કૂલ વૅનમાં ૩૧ વિદ્યાર્થીઓ ભર્યાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરટીઓએ કાર્યવાહી કરીને સ્કૂલ વૅન જપ્ત કરવામાં આવી છે. આનાથી ફરી એકવાર શાળાના વિદ્યાર્થીઓની સલામત મુસાફરી માટે જવાબદાર એવા સ્કૂલ વૅનચાલકોનો પ્રશ્ર્ન સામે આવ્યો છે. વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકીને આ જોખમી મુસાફરી કરે છે. સ્કૂલના વિદ્યાર્થીઓની સલામત મુસાફરી માટે સ્કૂલ વૅન અને બસમાં કડક નિયમો છે, પરંતુ તેમ છતાં ઘણા સ્કૂલ બસડ્રાઇવરો અને વૅનડ્રાઇવરો આ તમામ નિયમોનો ભંગ કરે છે અને તેમની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને લઇ જાય છે.
નાગપુર આરટીઓ દ્વારા જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સ અને પેસેન્જર વાહનોની ચકાસણી ઝુંબેશ બુધવારે ઓટોમોટિવ ચોક ખાતે ચાલી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે આરટીઓની ટીમના ધ્યાને આવ્યું કે કામઠી માર્ગ પરથી એક સ્કૂલ વાહન વિદ્યાર્થીઓને વધારે સંખ્યામાં લઈ જઈ રહ્યું છે. આ અવિનાશ પબ્લિક સ્કૂલની સ્કૂલ વાન હતી. આરટીઓ ઈન્સ્પેક્ટર અને મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટરે સ્કૂલ ડ્રાઈવરને વૅન સ્કૂલ સુધી લઈ જવા કહ્યું અને તેનું વાહન તેની પાછળ રાખ્યું હતું. પોલીસે જોયું કે નવ લોકોની બેઠક ક્ષમતા ધરાવતી આ સ્કૂલ વૅનમાં ૩૧ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. આરટીઓ અધિકારીઓએ આ સ્કૂલ વૅનને આરટીઓ ઓફિસમાં જપ્ત કરી છે. આ અંગે માહિતી આપતાં આરટીઓના કર્મચારીએ જણાવ્યું હતું કે વધુ વિદ્યાર્થીઓ બેસી શકે તે માટે સ્કૂલ વૅનની બેઠક ક્ષમતામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું છે. તે જ સમયે વેન-વે ફિટનેસ સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજોની મુદત પણ સમાપ્ત થઈ ગયા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ સ્કૂલ વૅન રિઝવાન અહેમદના નામે છે.
The post શાળાના વિદ્યાર્થીઓની સલામતી દાવ પર! appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]