[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





વૈશ્વિક મંચ પર ફરી એક વાર રશિયાએ ભારત સાથે મિત્રતાનો ધર્મ નિભાવ્યો છે. રશિયાએ ભારત સાથે દોસ્તી નિભાવતા ફરી એકવાર એવી વાત કહી છે, જેનાથી ચીન અને પાકિસ્તાનને પેટમાં જરૂર ચૂંક આવશે. વાસ્તવમાં રશિયાએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. 77મી યુએન જનરલ એસેમ્બલીને સંબોધતા, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું, “અમે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોના પ્રતિનિધિત્વ દ્વારા સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવાની સંભાવના જોઈ રહ્યા છીએ.” લવરોવે ભારતને યુએન સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ આપવાની વાત કરી હતી. તેમણે બ્રાઝિલને પણ યુએનની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવા માટે જણાવ્યું હતું.
આ પહેલા ભારત સહિત 31 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સુધારા અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે સુરક્ષા પરિષદનું વિસ્તરણ કરવા અને અન્ય દેશઓને પણ એમાં લેવા જણાવ્યું હતું. નિવેદનમાં તેની કાર્યશૈલી સુધારવાની પણ વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત ઘણા લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. અમેરિકા, રશિયા સહિત સુરક્ષા પરિષદના ઘણા વર્તમાન સભ્યોએ ભારતની માંગને યોગ્ય ઠેરવી તેનું સમર્થન પણ કર્યું છે, પરંતુ ચીને ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદનો હંમેશા વિરોધ કર્યો છે. વે રશિયાએ ફરી એકવાર ભારતને સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનાવવાની માંગ કરી છે. મોસ્કોનું કહેવું છે કે ભારત, બ્રાઝિલ જેવા દેશોને કાયમી સભ્ય બનાવ્યા વિના સુરક્ષા પરિષદ લોકતાંત્રિક ન બની શકે.

 



Post Views:
140




[ad_2]

Google search engine