[ad_1]

મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ટીન અને નિકલ સિવાયની ધાતુઓમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૪ના મથાળે ટકેલા રહ્યા હતા. આ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી નિરસ માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૪૮ સુધીના ગાબડાં પડ્યાં હતાં. આજે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા વ્યક્ત કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું તેમ જ ડૉલર સામે યુઆનમાં પણ ચાર ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાથી લંડન ખાતે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ૧.૨ ટકાના ઘટાડા સાથે ટનદીઠ ૭૬૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ઝિન્કના ભાવ ૩.૩ ટકા, એલ્યુમિનિયમના ભાવ ૨.૩ ટકા અને લીડના ભાવ ૧.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ટીન અને નિકલના ભાવ ૧.૨ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે એલ્યુ. યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કિલોદીઠ ધોરણે નિકલના ભાવ રૂ. ૪૮ ઘટીને રૂ. ૧૯૨૫, ટીનના ભાવ રૂ. ૧૭ ઘટીને રૂ. ૧૮૧૩, કોપર વાયરબારના ભાવ રૂ. ૧૩ ઘટીને રૂ. ૬૭૫, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૧૧ ઘટીને અનુક્રમે રૂ. ૪૯૬ અને રૂ. ૨૮૨, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૬૪૧ અને રૂ. ૫૮૦, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ રૂ. ત્રણ ઘટીને રૂ. ૨૦૫ના મથાળે રહ્યા હતા.
Post Views:
15
[ad_2]