[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

રવિવારે ટીવીની લોકપ્રિય સિરિયલો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ની ગ્લેમરસ અભિનેત્રી વૈશાલી ઠક્કરના આકસ્મિક મોતના સમાચાર આવ્યા ત્યારે ટીવી સિરિયલોના ચાહકોને ભારે આઘાત લાગેલો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલું કે, વૈશાલીએ ઈન્દોરમાં પોતાના ઘરે દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કોરોના પછીના સમયગાળામાં ઘણા કલાકારોએ કામના અભાવે કે બીજાં કારણોસર હતાશ થઈને આપઘાત કરી લીધો છે તેથી લોકોને પહેલાં એમ જ લાગેલું કે, વૈશાલીએ પણ એ રીતે હતાશામાં જીવ આપી દીધો હશે પણ વૈશાલીના મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટના કારણે આ ઘટનામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.
વૈશાલીના મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં વૈશાલીના પોતાના અંગત જીવન વિશે ચોંકી જવાય એવી એવી વાતો લખી છે. આ વાતો પરથી સ્પષ્ટ છે કે, વૈશાલીએ આપઘાત ભલે કર્યો પણ આ આપઘાત પોતાની ઈચ્છાથી નહોતો કર્યો પણ તેને ભૂતકાળમાં જેની સાથે સંબંધ હતા એ યુવકના ત્રાસના કારણે કર્યો છે. આ યુવક પરણેલો છે અને તેની પત્નીએ પણ વૈશાલીને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર ના છોડતાં છેવટે વૈશાલી હારી ગઈ અને જીવન ટૂંકાવી દીધું. વૈશાલીએ સુસાઇડ નોટમાં તેના જૂના પ્રેમી રાહુલ નવલાણી તથા પત્ની દિશા નવલાણી પર માનસિક હેરાનગતિનો દાવો કર્યો છે. પોલીસને વૈશાલીના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટમાં રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાનો ઉલ્લેખ કરીને વૈશાલીએ લખ્યું છે કે, રાહુલ મને હેરાન કરે છે. રાહુલે મારી મિત્રતાનો ફાયદો ઉઠાવ્યો છે. રાહુલે મને એ હદે પરેશાન કરી દીધી છે કે મારે આત્મહત્યા કરવી પડે છે.
વૈશાલીએ આગળ લખ્યું છે કે, રાહુલે છેતરીને મારા ફોટા પાડી લીધા અને વીડિયો ઉતાર્યા. રાહુલે એ પછી આ ફોટા તથા વીડિયો મારા ફિયાન્સ અભિનંદનને મોકલી લીધા. તેના કારણે મારી સગાઈ તૂટી ગઈ. હવે રાહુલ મારા હાલના ફિયાન્સને પણ ફોટા મોકલવાની ધમકી આપે છે. રાહુલ મને કહે છે કે, હું તારાં બીજે લગ્ન નહીં થવા દઉં. મારા પાપા-ભાઈ તમારા માટે ઘણો જ પ્રેમ છે પણ રાહુલ અને પેલી યુવતીને સજા અપાવજો. રાહુલ મને અઢી વર્ષથી હેરાન કરે છે.
વૈશાલીએ જેનો ઉલ્લેખ કર્યો એ અભિનંદન સાથે ગયા વર્ષે તેની સગાઈ થઈ હતી. વૈશાલીએ ૨૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સગાઈ કરી હતી. આ સગાઈમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને કદાચ તેનું કારણ એ હશે કે વૈશાલીને પોતાનો જૂનો પ્રેમી બખેડો કરે તેનો ડર હશે. વૈશાલીએ જેની સાથે સગાઈ કરી એ ડૉ. અભિનંદન સિંહ હુંદલ કેન્યામાં રહે છે અને ડેન્ટલ સર્જન છે. ડૉ. અભિનંદન થોડાં વર્ષ પહેલાં ’મિસ્ટર યુગાન્ડા’ બન્યો હતો. વૈશાલી સાથે તેમની મુલાકાત મેટ્રોમોનિયલ સાઇટ પર થઈ હતી અને બંને બે મહિના પછી લગ્ન કરવાનાં હતાં. જો કે થોડા સમય પછી સગાઈ તૂટી ગઈ હતી. એ વખતે સૌને લાગેલું કે, ડૉ. અભિનંદનના કારણે સગાઈ તૂટી છે પણ હવે ખબર પડી છે કે, આ સગાઈ તૂટવા પાછળ રાહુલનો હાથ હતો.
વૈશાલી આ આઘાતમાંથી બહાર આવી ગઈ હતી. ધીરે ધીરે તે સામાન્ય બની રહી હતી ને ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર મિતેશ સાથે લગ્ન કરવાની હતી. હવે અત્યારે પણ રાહુલે પોતાની જાત બતાવતાં તણાવમાં આવી ગયેલી વૈશાલીએ છેવટે આપઘાતનો રસ્તો લેવો પડ્યો. વૈશાલીની ઘટના કમનસીબ છે કેમ કે વૈશાલી સફળ અભિનેત્રી હતી. તેની પાસે લાંબી જિંદગી હતી ને લાંબી કારકિર્દી હતી. થોડા સમય પહેલાં જ વૈશાલીએ કામ બંધ કરેલું પણ એ પહેલાં સંખ્યાબંધ સિરિયલોમાં કામ કરેલું.
વૈશાલીએ ૨૦૧૫માં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી ટીવી કરિયર શરૂ કરી હતી. આ સિરિયલમાં વૈશાલીએ સંજના સિંઘનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલી એ પછી ‘યે હૈ આશિકી’માં જોવા મળી હતી. ‘સસુરાલ સિમર કા’માં અંજલિ ભારદ્વાજનો રોલ ભજવીને તે દેશભરમાં જાણીતી બની ગઈ હતી.
‘સુપર સિસ્ટર્સ’માં શિવાની બનનારી વૈશાલીએ ‘વિષ યા અમૃત: સિતારા’, ‘મનમોહિની ૨’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. છેલ્લે તે ‘રક્ષાબંધન: રસાલ અપને ભાઈ કી ઢાલ’માં કનકના રોલમાં જોવા મળી હતી. આ બધી સિરિયલોમાં કામ કરીને તે નામ અને દામ બંને કમાઈ હતી. એ ભોગવતાં પહેલાં જ તેણે આપઘાત કરી લેવો પડ્યો એ કમનસીબી જ કહેવાય પણ વૈશાલીનો કિસ્સો આંખ ઉઘાડનારો પણ છે.
વૈશાલી અભિનયમાં કારકિર્દી બનાવવા માગતી હતી. આ માટે તે પોતાનું વતન છોડીને મુંબઈ આવી હતી પણ ભૂતકાળમાં કરેલી ભૂલ તેને ભારે પડી ગઈ, રાહુલ સાથે તેને સંબંધ હતા એ વખતે રાહુલ તેને છેતરીને ફોટા ને વીડિયો ઉતારી ગયો એ તેને નડી ગયું. વૈશાલી પુખ્ત વયની વ્યક્તિ હતી તેથી તેને પોતાની પસંદગીના પુરૂષ સાથે સંબંધ રાખવાનો અધિકાર હતો પણ આ સંબંધ તેના માટે જોખમી બની શકે છે એ તે ના સમજી શકી. એવું ઘણાંની જિંદગીમાં બને છે તેથી એ પણ વાંધો નહોતો પણ ગ્લેમર વર્લ્ડમાં હોવા છતાં તેને પોતાના ફોટા-વીડિયોનો દુરુપયોગ થઈ શકે તે ના સમજાયું એ તેની ભૂલ કહેવાય. આ ભૂલની બહુ આકરી કિંમત તેણે ચૂકવી છે. વૈશાલીએ બ્લેકમેઇલિંગનો ભોગ બનીને જિંદગીનો અંત કરવો પડ્યો એ આઘાતજનક છે.
વૈશાલીએ રાહુલના બ્લેકમેઈલિંગને તાબે થવાના બદલે થોડી હિંમત બતાવીને તેને પહેલાં ઉઘાડો પાડવાની જરૂર હતી. કમનસીબે વૈશાલી એ પણ ના કરી શકી.
વૈશાલી ૨૦૨૦માં લૉકડાઉન વખતે ઈન્દોર આવી ગઈ હતી. એ પછી તે ઈન્દોર જ રહેતી હતી અને કોરોના પીડિતોની સારવાર સહિતનાં સામાજિક કામો પણ કરતી હતી. ટીવી શૉ માટે ડિરેક્ટર-પ્રોડ્યુસર સાથે વાત પણ કરતી હતી અને કો-સ્ટાર્સ સાથે સંપર્કમાં પણ હતી. વૈશાલીએ તેમાંથી કોઈને પણ પોતાના બ્લેકમેઈલિંગની વાત કરી હોત તો પણ કદાચ વૈશાલીની જીવનકથાનો અંત જુદો હોત.

 

[ad_2]

Google search engine