[ad_1]

મનોજ કોટક
આત્મનિર્ભરતાની બાબતે આપણા ભારત દેશે છેલ્લાં આઠ વર્ષમાં જે હરણફાળ ભરી છે તે આઝાદી પછીના અનેક દાયકાઓ સુધી નથી ભરી અને આ વાત આખા વિશ્ર્વએ પણ સ્વીકારી છે. જ્યાં લગભગ એકાદ દાયકા પહેલાં આપણે સાધારણ બીમારીની દવા માટે પણ વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું ત્યાં આજે કોરોના જેવી મહામારીની વેક્સિન આપણે ભારત દેશમાં શોધી અને આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિશ્ર્વની સહુથી મોટી ‘વેક્સિનેશન ડ્રાઈવ’ ચલાવીને ૧૩૦ કરોડ કરતાં વધુ ભારતીયોને કુલ ૨૧૬ કરોડ કરતાં વધુ સંખ્યામાં કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. આપણે ફક્ત આટલે થી જ નથી અટક્યા. કોરોનાકાળમાં મોદી સરકારે વિશ્ર્વના અનેક દેશોને આપણી મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મોકલીને માનવસેવાની એક આદર્શ મિસાલ પણ કાયમ કરી છે.
આજે સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત દેશ વિશ્ર્વના વિકસિત દેશોની હરોળમાં આવીને ઊભો છે. સંરક્ષણ બાબતે જો આત્મનિર્ભરતાની વાત કરીએ તો હાલમાં જ દેશની સેવામાં આવેલ વિશાળ ‘વિક્રાંત’ યુદ્ધજહાજ સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા છે. તે સિવાય આપણું સ્વદેશી ફાઈટર વિમાન ‘તેજસ’ આજે ભારતની સીમાઓની રક્ષા કરી રહ્યું છે. વિશ્ર્વના અનેક દેશોએ ભારત પાસેથી આ તેજસ વિમાન વેચાતું લેવાની ઈચ્છા દર્શાવી છે. જ્યાં એક સમયે આપણી સંરક્ષણ નીતિ વિદેશી દેશોની મહેરબાની પર અવલંબિત રહેતી ત્યાં આજે વિશ્ર્વના અનેક દેશોની સંરક્ષણ નીતિ આપણા ભારત દેશ પર અવલંબે છે.
આ વાત થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કારણે વૈશ્ર્વિક સ્તરે ભારત દેશની બદલાયેલી છબીની. હવે વાત કરીએ આપણા દેશની તો રાષ્ટ્રીય સ્તરે પણ અનેક સુવિધાઓમાં વધારો જોવા મળ્યો છે. ભારતીય નાગરિકો માટે મુસાફરીનું સહુથી આસાન માધ્યમ હોય તો એ ભારતીય રેલવે છે. આજે આપણા મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન કહો કે બહારગામની ટ્રેનો કહો, સહુ પ્રથમ તો દરેક ટ્રેનોની સ્પીડમાં વધારો થયો છે અને મુસાફરીના સમયમાં ઘણો ઘટાડો થયો છે. રેલવે સ્ટેશનો પર થયેલી એસ્કેલેટર જેવી અનેક સુવિધાઓમાં વધારો જોવા મળ્યો છે. આજે આપણી મેડ ઈન ઈન્ડિયા ‘વંદે ભારત’ ટ્રેન દ્વારા દેશનાં અનેક પ્રમુખ શહેરો વચ્ચેની યાત્રાના સમયમાં લગભગ અડધોઅડધ ફરક આવ્યો છે. તે આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘બહુજન સુખાય બહુજન હિતાય’ની નીતિને આભારી છે.
મુખ્ય વાત તો એ છે કે સરકારી સહાયતા મેળવવાની બાબતે દેશમાં જે મોટો ભ્રષ્ટાચાર થતો તે મોદીસાહેબે બંધ કરાવી દીધો છે. આજે સરકારી સહાયતા હોય કે સરકારી અનુદાન હોય તે એક એક રૂપિયો સીધો લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નો નારો આજે એટલો સાર્થક થયો છે કે શાળા-કોલેજોમાં પરિણામોમાં છોકરીઓ આગળ વધી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પણ આજે અનેક બદલાવ જોવા મળે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓને જે ખુલ્લામાં શૌચ જઈને ક્યારેક શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું તેમાંથી તેમને મુક્તિ મળી છે. ઉજ્જ્વલા યોજના અંતર્ગત આજે ઘેર ઘેર રાંધણ ગેસ પહોંચ્યો છે, જે આજથી અમુક દાયકાઓ પહેલાં ચૂલામાં રસોઈ કરીને તેના ધુમાડાથી મહિલાઓ પરેશાન રહેતી તે આજે વગર તકલીફે રસોઈ બનાવી શકે છે.
કોઈ પણ જાતના ભેદભાવ વગર દેશના દરેક નાગરિકોને સરકારી લાભ મળે અને તેમની જીવનશૈલીમાં સુધારો આવે તે માટે સતત કાર્યરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ વિકાસશીલ નીતિઓને કારણે આજે દેશમાં અનેક બદલાવ આવ્યા છે અને નાગરિકોની જીવનશૈલીમાં પણ અનેક સુધારાઓ જોવા મળી રહ્યા છે. હું વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીને મારા આદર્શ માનું છું.
આજે આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આપણે એક જ મંગલ કામના કરીએ કે ઈશ્ર્વર તેમને સ્વસ્થ અને દીર્ઘ આયુ આપે અને તેમના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત વિશ્ર્વની એક મહાસત્તા તરીકે સ્થાપિત થાય. ભારત માતાને તેમનું યોગ્ય માન-સન્માન અપાવનાર શ્રી નરેન્દ્ર મોદી શતાયુ બને તેવી અભિલાષા.
(લેખક ઈશાન મુંબઈના સાંસદ છે)ઉ
Post Views:
32
[ad_2]