[ad_1]
સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાના પ્રેમમાં હોવાની ચર્ચા છેલ્લાં ઘણા સમયથી થઈ રહી છે ત્યારે હાલમાં તેઓ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતાં. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બંને માલદિવ્સ વેકેશન માણવા ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
પહેલા રશ્મિકા એરપોર્ટ પહોંચી હતી અને થોડી વાર બાદ વિજય પહોંચ્યો હતો. બંને કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતાં. છેલ્લાં કેટલાંક સમયથી બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, હાલમાં જ એવી વાત સામે આવી હતી કે બંને અલગ થઈ ગયા છે, પરંતુ હવે બંને સાથે જોવા મળતા બ્રેકઅપની વાત માત્ર અફવા હોવાનું માનવામાં આવે છે.
રશ્મિકા તથા વિજય તેલુગુ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ તથા ‘ડિયર કોમરેડ’માં સાથે જોવા મળ્યા હતા. વિજયે ફિલ્મ ‘લાઇગર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. રશ્મિકાએ ‘ગુડ બાય’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ આજે એટલે કે સાત ઓક્ટોબરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા નીના ગુપ્તા્ છે. રશ્મિકા હવે રણબીર કપૂર સાથે ‘એનિમલ’ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનુ’માં કામ કરી રહી છે.
[ad_2]