[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





સુરતના અડાજણ વિસ્તારમાં કિશોરી સાથે અશ્લીલ હરકત થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગની લિફ્ટમાં 27 વર્ષના સાગર પટેલ નામના એક એન્જિનિયરે કિશોરી સાથે અશ્લીલ હરકત કરી હતી. કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે યુવક પણ લિફ્ટમાં ઘૂસી ગયો હતો. કિશોરીની એકલતાનો ફાયદો ઉઠાવીને કિશોરી સામે પેન્ટ ઉતારીને અચાનક અશ્લીલ હરકત કરવાનું ચાલુ કર્યું હતું, જેને કારણે કિશોરી ગભરાઈ હઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ તેને પોતાના માતા-પિતાને કરી હતી. મામલાની ગંભીરતાને જોતા કિશોરીના માતા પિતાએ યુવકની ફરિયાદ કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Post Views:
228




[ad_2]

Google search engine