[ad_1]

આ વર્ષે ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન મુંબઈમાં કુલ ૧.૯૩ ગણેશમૂર્તિઓના વિસર્જન થયા છે. તેમાંથી અનંત ચતુર્દશીના એક જ દિવસમાં ૩૮,૨૧૪ ઘરની અને સાર્વજનિક ગણેશ મૂર્તિ સહિત ગૌરી અને હરતાલિકાનું વિસર્જન થયું છે. કોવિડ મહામારી પહેલાના સમયગાળામાં એટલે કે ૨૦૧૯માં અનંત ચતુર્દશીના આ તમામ મૂર્તિની સંખ્યા ૩૪,૫૫૫ જેટલી હતી. તો ૨૦૨૧ની સાલમાં આ સંખ્યા ૩૪,૫૮૬ હતી.
પાલિકાએ આપેલા આંકડા મુજબ આ વર્ષે કુલ ૧,૯૩,૦૬૨ ગણેશમૂર્તિનું વિસર્જન દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન થયું હતું. તો ૨૦૨૧માં આ સંખ્યા ૧,૬૫,૦૪૦ હતી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૭ ટકા મૂર્તિ વધારે હતી.
૨૦૧૯ની સાલમાં અનંત ચતુર્દશીના દિવસે કુલ ૩૪,૫૫૫ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જયારે ૨૦૨૧માં આ સંખ્યા ૩૪,૫૮૬ હતી. તેની સરખામણીમાં ૨૦૨૨માં અનંત ચતુર્દશીના ૩૮,૨૧૫ મૂર્તિનું વિસર્જન થયું છે. એટલે કે આ વર્ષે આ દિવસે સાડા ત્રણ હજાર ગણેશમૂર્તિનું વિસર્જન વધુ થયું છે.
શુક્રવારે અનંત ચતુર્દશીના ગણેશ મૂર્તિનું વિસર્જન શરૂ થયું હતું, તે શનિવારે વહેલી સવાર સુધી ચાલ્યું હતું. કુલ ૩૮,૨૧૪ ઘરના અને સાર્વજનિક મંડળની મૂર્તિનું વિસર્જન થયું હતું. જેમાં ૬,૬૪૭ સાર્વજનિક ઉત્સવ મંડળની મૂર્તિ અને ૩૧,૨૫૯ ઘરની ગણેશમૂર્તિનો સમાવેશ થાય છે. એ સિવાય હરતાલિકા અને ગૌરી એમ કુલ ૩૦૮ મૂર્તિનો સમાવેશ થાય છે.
આ વર્ષની સરખામણીમાં ૨૦૨૧ની સાલમાં અનંત ચતુર્દશીના ગણેશમૂર્તિનું વિસર્જન ઓછું થયું હતું. ગયા વર્ષે સાર્વજનિક મંડળના ૫,૦૪૪, ઘરના ૨૯,૧૯૩ અને હરતાલિકા, ગોરીની ૩૪૯ મૂર્તિનું વિસર્જન થયું હતું.
જોકે ૨૦૨૧ની સાલ કરતા આ વર્ષે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું પ્રમાણ ઘટ્યું છે. ગયા વર્ષે સાર્વજનિક મંડળના ૧,૮૮૧, ઘરના ૧૧,૩૬૫ અને હરતાલિકા અને ગૌરીની ૧૬પ મૂર્તિનું વિસર્જન થયું હતું. તેની સામે આ વર્ષે સાર્વજનિક મંડળના ૭૯૬, ઘરના ૮,૮૭૩ અને હરતાલિકા ગૌરીના ૮૨ એમ કુલ ૯,૭૫૧ મૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં થયા હતા.
Post Views:
50
[ad_2]