[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

નવી દિલ્હી: સમગ્ર દેશમાં શનિવારે ભારતીય વાયુસેનાની નેવુંમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ અવસરે બે મોટા એલાન કરવામાં આવ્યા હતા. જેમાં પહેલુ એલાન એ હતું કે ભારતીય વાયુસેનામાં એક નવી ‘વેપન સિસ્ટમ બ્રાંચ’ને બનાવવામાં આવશે. આ સિવાય બીજુ એલાન એ કરવામાં આવ્યું હતું કે આગામી વર્ષથી મહિલા અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
વાયુસેના દિવસના અવસરે શનિવારે ભારતીય વાયુસેનાનાં પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આ બંને એલાન કર્યા હતા. ચંદીગઢના સુખના લેકમાં યોજાયેલા શાનદાર એર શોમાં ફ્લાઇપાસ્ટમાં સેનાના લગભગ ૮૪ વિમાન અને હેલિકોપ્ટર સામેલ થયાં હતાં અને ભારતની વીરતાનું દુનિયા સમક્ષ પ્રદર્શન કર્યું હતું. વાયુસેનાના આ એર શો કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ભાગ લીધો હતો. આ સિવાય પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ અને બન્ને રાજયોના મુખ્ય પ્રધાન પણ હાજર રહ્યાં હતાં. પહેલી વખત વાયુસેના દિવસ પરેડ અને એર શોનું આયોજન દિલ્હીની બહાર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સેનાના ૮૪ વિમાનોએ દુનિયાને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.
શનીવારે બપોરે સુખના લેક પર એર શોનો કાર્યક્રમ યોજાયો હતો.
વાયુસેના દિવસના અવસર પર ૭૫ વિમાનનો ફ્લાઇ પાસ્ટમાં સમાવેશ થયો હતો. એર શો દરમ્યાન ૯ વિમાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા.
સુખના લેકની ઉપર કુલ મળીને ૮૪ ફાઇટર જેટ અને હેલીકોપ્ટર, મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનાં રોમાંચક કરતબ આકાશમાં દેખાડવામાં આવ્યા હતા. સેનાના પ્રચંડ અને રાફેલ સહિતના ૮૦ વિમાન અને હેલિકોપ્ટરોએ ભારતનું શૌર્ય દુનિયાને દેખાડયું હતું.
આ અવસર પર મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાજર રહ્યા હતાં.
એર શો અગાઉ શનિવારે સવારે વાયુસેનાના મથક પર ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડનું નિરીક્ષણ વાયુ સેનાનાં પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ કર્યું હતું. આ પ્રસંગે ચૌધરીએ વાયુસેનાના જવાનો માટે નવા યુનિફોર્મની ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું.
ભારતીય વાયુસેનાનાં પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ આ પ્રસંગે એલાન કર્યુ કે સરકારે વાયુસેનાનાં અધિકારીઓ માટે નવી વેપન સિસ્ટમ બ્રાન્ચને બનાવવાની મંજૂરી આપી છે.
ભારતની આઝાદી બાદ આ પહેલી તક છે જ્યારે એક નવી ઓપરેશનલ બ્રાન્ચને બનાવવામાં આવશે.
એર ચીફ માર્શલે કહ્યું કે આ બ્રાન્ચ અનિવાર્ય રીતે એરફોર્સના તમામ પ્રકારના લેટેસ્ટ વેપન સિસ્ટમને હેન્ડલ કરશે. આનાથી ૩૪૦૦ કરોડ રૂપિયા બચાવવામાં આવશે.
તેમણે કહ્યું કે વાયુસેના આગામી વર્ષે મહિલા અગ્નિવીરોને સામેલ કરવાનું આયોજન કરી રહી છે.
આ સાથે એમણે ડિસેમ્બરમાં ૩૦૦૦ અગ્નિવીરોને સામેલ કરવાની જાહેરાત પણ કરી હતી.
આ પ્રસંગે આયોજિત એર શોમાં સામેલ પ્રચંડ અને રાફેલ સહિતના વિમાનોને જોઈને લોકોમાં જોશ અને આનંદની લાગણી ફેલાઈ હતી.
હળવા વજનનાં હેલિકોપ્ટર એમકે-૪ દ્વારા પરેડ કાર્યક્રમમાં રુદ્ર સંરચનામાં ફલાઇ પાસ્ટ કરવામાં આવી હતી.
વાયુ યોદ્ધા ડ્રિલ ટીમે પણ પોતાનું અનોખું પ્રદર્શન કર્યું હતું.
હાલમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ સ્વદેશી ટેકનિકથી બનેલા હળવા લડાકુ હેલિકોપ્ટર પ્રચંડ દ્વારા પણ ફ્લાઇ પાસ્ટ દરમ્યાન પોતાના હવાઇ કૌશલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ સિવાય હળવા લડાકુ વિમાન તેજસ, સુખોઇ, મિગ-૨૯, જગુઆર, આઇએલ-૭૬, સી-૧૩૦જે અને હોકનો પણ ફ્લાઇ પાસ્ટમાં સમાવેશ કરાયો હતો.
હેલિકોપ્ટરમાં હળવા હેલિકોપ્ટર ધ્રુવ, ચિનૂક, અપાચે અને એમઆઇ-૧૭ પણ હવાઇ પ્રદર્શનમાં સામેલ થયા હતાં. ફ્લાઇ પાસ્ટની શરૂઆત એએન-૩૨ વિમાન પરથી પૈરાટૂપરની આકાશ ગંગા ટીમ દ્વારા નીચે કૂદવાની સાથે થઈ હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસ માટે ચંદીગઢના પ્રવાસે છે અને તેઓ ૯ ઑક્ટોબરના રોજ ચંદીગઢ સચિવાલયના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્ર્પતિ ભવનના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ દિલ્હી પાછા ફરવા અગાઉ ચંદીગઢમાં પંજાબ એન્જિનીયરિંગ કૉલેજના શતાબ્દી વર્ષના સમારોહમાં ભાગ લેશે. (એજન્સી)

 

 

Google search engine

[ad_2]

Google search engine