[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





આ ભારતીય જાસૂસની એવી વાર્તા છે જેમાં જાસૂસી પર આધારિત રહસ્ય-થ્રિલર ફિલ્મના તમામ ઘટકો છે. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે જાસૂસ હતો અને તેણે પાકિસ્તાનમાં બે મોટા ઓપરેશનમાં ભાગ લીધો હતો. પરંતુ 1976માં ત્રીજા મિશન દરમિયાન તે પકડાયો હતો. ત્યાં તે 13 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો પરંતુ જ્યારે તે સજા પૂરી કરીને ઘરે પરત ફર્યો તો સરકારે તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમના નામનો કોઈ સત્તાવાર રેકોર્ડમાં ઉલ્લેખ નથી.
ભારત આવ્યા બાદ 30 વર્ષની કાનૂની લડાઇ પછી આ ‘પૂર્વ જાસૂસ’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજસ્થાનના કોટામાં રહેતા અને હાલ 75 વર્ષના એક વ્યક્તિને હવે ન્યાય મળ્યો છે. CJI યુ.યુ. લલિત અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટની બેન્ચે કેન્દ્ર સરકારને ‘ભૂતપૂર્વ જાસૂસ’ને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મળતી વિગત મુજબ મેહમૂદ અંસારી 1966માં ટપાલ વિભાગમાં જોડાયા હતા. જૂન 1974માં તેમને દેશ માટે સ્પેશિયલ બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત ઓપરેશનની ઓફર કરવામાં આવી હતી. તેમણે ઓફર સ્વીકારી લીધીહતી. પોસ્ટલ વિભાગે પણ તેમની રજાની વિનંતી સ્વીકારી હતી અને તેમને વિભાગની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
અંસારીને પાકિસ્તાનમાં ‘સ્પેશિયલ મિશન’ ચલાવવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્રીજા મિશન દરમિયાન પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પાકિસ્તાનના ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલમાં રોકાણ દરમિયાન અંસારીએ પોસ્ટલ વિભાગને અનેક પત્રો લખ્યા અને જણાવ્યું કે તે હાલમાં પાકિસ્તાનની કેદમાં છે. પત્રમાં, તેમણે એવી પણ વિનંતી કરી હતી કે તેમની ગેરહાજરીને ફરજમાંથી ઇરાદાપૂર્વકની ગેરહાજરી તરીકે ગણવામાં આવે નહીં. તેમનો દાવો છે કે વિભાગે તેમનો પક્ષ સાંભળ્યા વિના 31 જુલાઈ 1980ના રોજ તેમને નોકરીમાંથી બરતરફ કરી દીધા હતા.
1989માં અંસારી મુક્તિ પછી વતન પરત ફર્યા ત્યારે તેમને તેમની બરતરફી વિશે જાણ થઈ હતી. તેમણે પોતાની બરતરફીને સેન્ટ્રલએડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, CAT જયપુર, હાઇ કોર્ટ, પોસ્ટ વિભાગ એમ દરેક જગ્યાએ પડકારી હતી, પરંતુ તેમને ન્યાય નહોતો મળ્યો. 2018માં અંસારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કેઅંસારીને તેમની પોસ્ટ ઓફિસની નોકરીમાંથી આટલી લાંબી રજા કેમ આપવામાં આવી? કોર્ટે તેને એ દાવાને રદિયો આપવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પણ કહ્યું હતું કે અંસારીને અગાઉ પાકિસ્તાનમાં ઓપરેશન દરમિયાન મુક્ત કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ દેશોમાં આ એક સામાન્ય પ્રથા છે કે જો તેમના પોતાના લોકો વિદેશી ધરતી પર ગુપ્ત મિશનને અંજામ આપતા પકડાય છે, તો તેઓ તેને પોતાના દેશનો માનવાનો ઇનકાર કરે છે. કોર્ટે પહેલા સરકારને રૂ. 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવા કહ્યું હતું. બાદમાં, જ્યારે અરજદારના વકીલે કહ્યું કે તેનો અસીલ 75 વર્ષનો છે અને તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, ત્યારે આ રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી હતી.



Post Views:
101




[ad_2]

Google search engine