[ad_1]
યુવતીઓની જોરદાર મારામારી, વીડિયો વાઈરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોનાના નિયંત્રણ પછી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડમાં વધારો થયો છે, પરંતુ તેની સાથે ગુનાના પ્રમાણમાંય વધારો થયો છે. લોકલ ટ્રેનમાં વધતા પ્રવાસીઓની સંખ્યા વચ્ચે પણ પુરુષ પ્રવાસીઓની વચ્ચે ઝઘડામાં વધારો થયો છે, પરંતુ મહિલા કોચમાં પણ વિવાદ વકર્યા છે. તાજેતરમાં મહિલા કોચમાં ત્રણેક યુવતી વચ્ચે સીટ મેળવવા મુદ્દે જોરદાર મારામારી થઈ હતી અને તેનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની મઝા લીધી હતી.
વાઈરલ થયેલા વીડિયોમાં ત્રણ યુવતી એકબીજાને ગાળાગાળી કરતી હતી, પરંતુ તેમની વચ્ચેની ગાળાગાળી વકર્યા પછી એકબીજા સાથે મારામારી કરી હતી. ત્રણેય જણે છૂટા હાથે મારામારી કર્યા પછી એકબીજાના વાળ ખેંચવાનું ચૂક્યા નહોતા. ‘મુંબઈ લોકલ જર્ની’ નામથી વાઈરલ થયેલા વીડિયોમાં ત્રણેય યુવતીએ એકબીજાના વાળ ખેંચીને જોરદાર મારામારી કરી ત્યારે તેમને કોઈ છૂટા પાડવા માટે વચ્ચે પડ્યું નહોતું અને આમનેસામને લાફા પણ મારવામાં આવ્યા હતા. લોકલ ટ્રેનમાં સીટ મેળવવા મુદ્દે એકબીજા સાથે વિવાદ હતો. લોકલ ટ્રેનના મહિલા કોચમાં ત્રણેક યુવતી વચ્ચે જોરદાર મારામારી થયા પછી પણ કોઈએ તેમને નહીં છોડાવતા આ વિવાદ વકર્યો હોવાનું કહેવાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ૩૧ સેક્ધડનો વીડિયો વોટ્સએપ જ નહીં, પરંતુ ટ્વિટર, યુટયૂબની સાથે ફેસબૂક પર લોકોએ શેર કરીને તેની જોરદાર ટિપ્પણી કરી હતી. ટ્વિટર પર વાઈરલ થયા બાદ એક યૂઝરે લખ્યું હતું કે ‘જી ભર કે લડો, સમાપ્ત કર દો એક દૂસરે કો!’ તો બીજા બદરીનાથ સાવંત નામના યૂઝરે લખ્યું હતું કે ‘સોચો હમ સબકી મા-બહેન, બેટી, બીવી કીસ હાલમેં ટ્રાવેલ કરતી હૈં.’
ઉલ્લેખનીય છે કે અગાઉ મહિલા કોચમાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારીના બે કિસ્સા બન્યા હતા, જેમાં એક દાદર-વિરાર લોકલ તથા બીજો બનાવ થાણે-પનવેલમાં બન્યો હતો. થાણે-પનવેલ લોકલ ટ્રેનના મહિલા કોચમાં બે જૂથની વચ્ચે સીટ મેળવવા મુદ્દે જોરદાર મારામારી થઈ હતી, જેમાં મધ્યસ્થી કરવા ગયેલા મહિલા કોન્સ્ટેબલની મહિલાઓએ મારપીટ કરતા ઈજા પહોંચી હતી. આ મુદ્દે વાશી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મહિલા કોચ વધારવાનું જરૂરી
મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનમાં રોજના ૭૦ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જેમાં ૪૦ ટકાથી વધુ મહિલા પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ મહિલા પ્રવાસી માટે મર્યાદિત ટ્રેનની બેઠક વ્યવસ્થા છે. મહિલા કોચની સંખ્યા વધારવાનું પણ જરૂરી છે, જ્યારે મહિલા સ્પેશિયલ ટ્રેનની સુવિધા વધારવાની આવશ્યકતા છે. મુંબઈ સબર્બન રેલવેમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા મુદ્દેના એક સર્વેક્ષણમાં લોકલ ટ્રેનમાં મહિલાઓના કોચ વધારવાનું ૮૦ ટકા મહિલાએ જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં પીકઅવર્સમાં મહિલાઓની વચ્ચે મારામારીના બનાવ માટે મહિલા સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા ઓછી છે. હજુ અમુક ટ્રેનોમાં જૂથવાદ ચાલે છે, તેથી પોતાના ગ્રૂપની મહિલા-યુવતી આવે નહીં ત્યાં સુધી અન્ય મહિલાને સીટ આપવામાં આવતી નથી, તેથી વિવાદ વકરે છે. આ મુદ્દે ઉકેલ જરૂરી છે, એમ સર્વેક્ષણમાં જણાવ્યું હતું.
[ad_2]