[ad_1]
બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને ડિસિપ્લિન્ડ લાઇફ માટે જાણીતો છે. અક્ષય કુમાર લેટ નાઇટ પાર્ટી માણતો નથી. તે સવારે વહેલો ઊઠી જાય છે. જોકે, હાલમાં જ અક્ષય કુમારનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે લેટ નાઇટ સુધી પાર્ટી માણતો જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર અક્ષય કુમાર ફિલ્મ પ્રોડ્યૂસર અશ્વિની યાર્ડીની બર્થડે પાર્ટીમાં આવ્યો હતો. અક્ષય કુમારને પાર્ટીમાં જોતા જ અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે રાત થઈ ગઈ છે અને તમે હજી સુધી સૂતા નથી. સવારે ચાર વાગે કેવી રીતે ઉઠશો? અન્ય એકે કહ્યું હતું કે આ પાર્ટીમાં ક્યારથી આવવા લાગ્યો? બીજા એકે કમેન્ટ કરી હતી કે જલ્દી સૂઈ જા, સવારે ચાર વાગે તો જાગવાનું છે.
નોંધનીય છે કે 55 વર્ષીય અક્ષય કુમાર અવાર-નવાર કહેતો હોય છે કે તે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને સવારે 4-4.30એ ઊઠી જાય છે. ત્યારબાદ તે વિવિધ પ્રકારની એક્સર્સાઇઝ કરે છે, જેમાં સ્વિમિંગ, યોગ-મેડિટેશન પણ સામેલ છે.
[ad_2]