[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ખેડૂત આંદોલન વખતે જ્યાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના સપૂત આશિષ મિશ્રાએ ચાર ખેડૂતોને કચડીને મારી નાંખેલા એ ઉત્તર પ્રદેશનું લખીમપુર ખીરી ફરી રાષ્ટ્રીયસ્તરે ચમક્યું છે અને આ વખતે પણ ખરાબ કારણોસર જ લખીમપુરની ચર્ચા છે. લખીમપુર ખીરીમાં દલિત પરિવારની બે દીકરીઓ પર બળાત્કાર કર્યા પછી તેમની હત્યા કરી દેવાતાં સનસનાટી મચી છે. બલ્કે સ્થિતિ સ્ફોટક છે કેમ કે દલિત પરિવારની બે સગી બહેનો પર બળાત્કાર પછી તેમની હત્યા કરનારા પાંચેય હવસખોર મુસ્લિમ છે.
ઉત્તર પ્રદેશમાં અત્યારે ભાજપનું શાસન છે તેથી ભાજપવાળા ચૂપ છે. બીજા કોઈ રાજ્યમાં આ રીતે મુસ્લિમો દ્વારા હિંદુ યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને હત્યા કરી નાંખી હોત તો તેમણે આભ માથે લઈ લીધું હોત. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે, જંગલરાજ આવી ગયું છે, મુસ્લિમ તુષ્ટિકરણના કારણે હિંદુઓની બહેન-દીકરીઓ સલામત રહી નથી એવી વાતોનો મારો ચલાવી દીધો હોત.
મુસ્લિમો હિંદુઓની બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટે છે, લવ જિહાદ ચલાવે છે એ પ્રકારની વાતોનો મારો ચાલતો હોત, સ્ફોટક નિવેદનો થતાં હોત પણ પોતાનું શાસન છે તેથી ભાજપવાળાની બોલતી બંધ છે પણ સોશિયલ મીડિયા પર લોકો ચૂપ રહેતાં નથી. સોશિયલ મીડિયા પર લોકો તૂટી પડ્યાં છે ને આ હેવાનિયત આચરનારા લોકોને જાહેરમાં ગોળીએ દેવા જોઈએ એ પ્રકારની કોમેન્ટ્સ સુદ્ધાં થઈ રહી છે. આ કેસમાં જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ, હફીઝુર રહેમાન એમ પાંચ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી છે ને તેમને ફાંસીથી ઓછું કશું ના ખપે એવી પણ કોમેન્ટ્સ થઈ રહી છે.
લખીમપુરની આ ઘટના અત્યંત ગંભીર છે કેમ કે આ પાંચેય હેવાનોએ ષડયંત્ર રચીને બંને દીકરીઓને હવસનો શિકાર બનાવી અને પછી તેમની હત્યા પણ કરી નાંખી. પોલીસ અને પરિવારજનો દ્વારા આ બંને દીકરીઓ સુધી હેવાનો કઈ રીતે પહોંચ્યા એ મુદ્દે અલગ અલગ વાતો કરે છે તેથી ખરેખર શું બન્યું એ અટકળનો વિષય છે.
મૃતક દીકરીઓની માતાનો દાવો છે કે, મુસ્લિમ યુવકો બાઇક પર દીકરીઓનું અપહરણ કરીને લઈ ગયા હતા, પછી ખેતરમાં બળાત્કાર કર્યો અને પછી હત્યા કરીને લાશોને ઝાડ પર લટકાવી દીધી હતી કે જેથી આપઘાત લાગે. બંને છોકરીઓ સગીર છે કેમ કે મોટી દીકરી દસમા ધોરણમાં ભણતી હતી અને નાની સાતમા ધોરણમાં ભણતી હતી.
માતાના દાવા પ્રમાણે તો બુધવારે સાંજે લગભગ ૪ વાગ્યે પોતે ૧૭ અને ૧૫ વર્ષની બે દીકરીઓ સાથે ઘરની બહાર બેસીને વાતો કરી રહી હતી. સાથે સાથે ઘરની બહારના નળ પર વાસણ ધોતી હતી ત્યારે અચાનક બાઇક પર બે યુવકો આવ્યા અને મારી બંને દીકરીઓને બળજબરીથી બાઇક પર બેસાડીને ઉઠાવી ગયા હતા.
દીકરીઓની માતાએ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો પણ બાઇકસવાર યુવકે લાત મારતાં તે ગબડી પડી હતી. બંને બદમાશો દીકરીઓને ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. માતાએ બૂમાબૂમ કરતા ગામના લોકોએ બાઇક પર અને પગપાળા દોડતા બાઇકસવારોનો પીછો કર્યો હતો પણ બંને પકડાયા ન હતા. લાંબા સમય સુધી શોધ કર્યા પછી, બંને પુત્રીઓના મૃતદેહ ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે દીકરીઓનું અપહરણ કરવામાં આવ્યું ન હતું પણ બંને દીકરી પોતાની મરજીથી યુવકો સાથે બાઇક પર બેસીને ગઈ હતી. લખીમપુર પોલીસના એસપી સંજીવ સુમનનો દાવો છે કે, આ બળજબરીથી અપહરણનો મામલો નથી પણ બંને દીકરીઓને લાલચ આપીને લઈ જવામાં આવી હતી. ખેતરમાં યુવકો દ્વારા તેમની સાથે બળજબરીથી સંબંધ બાંધવામાં આવ્યા હતા. બાદમાં તેમની હત્યા કરીને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા કે જેથી આપઘાત લાગે.
પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત પ્રમાણે અત્યાર સુધીમાં છોટુ ગૌતમ, જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ, હફીઝુર રહેમાનની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી છોટુ હિંદુ છે જ્યારે બાકીના પાંચેય મુસ્લિમો છે. પોલીસના કહેવા પ્રમાણે તો છોટુએ જુનેદ અને સુહેલ એ બે યુવકો સાથે છોકરીઓની દોસ્તી કરાવી હતી પણ બળાત્કાર કે હત્યાની ઘટના સમયે તે ત્યાં હાજર નહોતો. આ બંને છોકરીઓ જુનેદ અને સુહેલ સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેના માટે દબાણ કરતી હતી. તેના કારણે બંનેએ તેમને ઠેકાણે પાડવાની યોજના ઘડી કાઢી.
જુનેદ અને સુહેલ બંને છોકરીઓને ફોસલાવીને ખેતરમાં લઈ ગયા ને ત્યાં છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો. ત્યાર પછી તેમની હત્યા કરીને લાશોને થોડે દૂર લઈ જઈ ઝાડ પર લટકાવી દેવામાં આવી કે જેથી આ હત્યા નહીં પણ આત્મહત્યા લાગે.
પોલીસ અને દીકરીઓની માતાનાં નિવેદન ભલે અલગ લાગે પણ બંને દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યા પછી હત્યા કરી દેવાઈ છે તેમાં બેમત નથી. છોકરીઓનું અપહરણ કરાયું હોય તો અપરાધની ગંભીરતા વધી જાય છે પણ માનો કે છોકરીઓ પહેલાંથી ઓળખતી હોય ને પોતાની મરજીથી ગઈ હોય તો પણ ગંભીર અપરાધ છે જ. સગીર છોકરીઓને હવસ સંતોષવા માટે ફોસલાવીને જાળમાં ફસાવાઈ એ વાત ગંભીર તો કહેવાય જ.
બીજા કોઈ રાજ્યમાં આવી ઘટના બની હોત તો લવ જિહાદનો દેકારો ભાજપે જ મચાવ્યો હોત પણ યુપીમાં તેમના યોગી આદિત્યનાથ ગાદીપતિ છે તેથી ભાજપ લવ જિહાદની વાત પણ કરતો નથી. ભાજપની ચાપલૂસી કરનારા પણ બધા ચૂપ છે. તેમને પણ આ છોકરીઓ પર બળાત્કાર ને હત્યાની વાત ગંભીર નથી લાગતી. કદાચ ગંભીર લાગતી હોય તો પણ તેમનામાં બોલવાની હિંમત નથી.
જે લોકોને કોઈ એક્ટર કે એક્ટ્રેસના નિવેદનથી હિંદુત્વનું અપમાન થઈ ગયેલું લાગે છે એ બધા સોશિયલ મીડિયાના બહાદુરો પણ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે. બે હિંદુ છોકરીઓ પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાય તેના કારણે એ લોકોને પણ કોઈ જ ફરક પડતો નથી.Post Views:
219
[ad_2]

Google search engine