[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





અભિનેતા રણવીર શૌરીના પિતા અને ફિલ્મ નિર્માતા કેડી શૌરીનું 92 વર્ષની વયે નિધન થયું છે. આ અંગેની જાણકારી આપતાં રણવીરે શનિવારે ટ્વિટ કર્યું હતું કે, તેઓ મારી પ્રેરણા અને સુરક્ષાનો સૌથી મોટો સ્ત્રોત હતાં.
નોંધનીય છે કે રણવીરના પિતા કૃષ્ણ દેવ શૌરી 80ના દાયકામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેમણે 1970 અને 80ના દાયકામાં ‘ઝિંદા દિલ’, ‘બેરહેમ’, ‘ખરાબ’,’ બદનામ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમણે 1988માં ‘મહાયુદ્ધ’નું દિગ્દર્શન કર્યું હતું, જેમાં ગુલશન ગ્રોવર, મુકેશ ખન્ના, કાદર ખાન અને પરેશ રાવલ જેવા કલાકારો હતાં.

પિતાના નિધનથી શોકમાં ડૂબેલા રણવીરને બોલીવૂડ જગતના દિગ્ગજોએ શાંત્વના પાઠવી હતી અને કેડી શોરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.



Post Views:
116






[ad_2]

Google search engine