[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

મુંબઈ: ૧૯૬૦ની અપ્રતિમ મૂવી મુગલ એ આઝમ આજે પણ દર્શકોના માનસપટલ પર તરોતાજા છે. એ ફિલ્મની ભવ્યતા, એનું કથાનક, એનું સંગીત વગેરે બધું અજોડ છે. એવી ફિલ્મને વાસ્તવિક માનવીઓ સાથે રંગભૂમિ પર સાકાર કરવાનું સપનું જોયું દેશના સર્વોત્કૃષ્ટ નાટ્યસર્જક ફિરોઝ અબ્બાસ ખાને. બ્રોડવેના અસાધારણ નાટકોની તોલે આવતું આ નાટક એમણે ફિલ્મના આધારે સર્જીને નામ પણ રાખ્યું મુગલ એ આઝમ. મુગલ એ આઝમની વાર્તા સલીમ-અનારકલીની પ્રેમકથા અને પિતા-પુત્રના તંગ અને પછી અનેક આયામો સર્જતા સંબંધો આસપાસ ફરે છે.
૨૦૧૬થી રંગભૂમિ પર દર્શકોને અભિભૂત કરતા આ નાટકે અનેક એવોર્ડ્સ જીત્યા છે. શાપુરજી પાલનજીના ખર્ચાળ નિર્માણમાં બનેલા આ નાટકમાં ૩૫૦થી વધુ કલાકારો-કસબીઓ છે, જેમાં નિસાર ખાન, સોનલ ઝા, પ્રિયંકા બર્વે/નેહા સંગ્રામ, સૈયદ શાહબ અલી/ધનવીર સિંઘ, રાજેશ જૈસ, તારીક અહમદ ખાન, પાલવી જાયસવાલ, પ્રતિભા સિંઘ બાઘેલ, ચિરાગ ગર્ગ વિગેરે સામેલ છે. ૩૦થી વધુ કાબેલ કથક નૃત્યકારો પણ
એમાં છે.
અમન, કમાલ અમરોહી, કે. આસિફ, વજાહત મિર્ઝા અને એહસાન રિઝવી લિખિત આ નાટકમાં ગીતોને ઉત્કૃષ્ટ નૃત્યોથી મયૂરી ઉપાધ્યાએ જીવંત બનાવ્યાં છે. સેલિબ્રિટી કોસ્ચ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યાં છે. સપરિવાર આ નાટક માણવા શુક્રવાર તારીખ ૨૧ ઑક્ટોબરથી ૩૦ ઑક્ટોબર બાલ બાંધર્વ ઓડિટોરિયમ બાંદ્રા ખાતે જરૂર પહોંચી જજો.

[ad_2]

Google search engine