[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

કેવડિયામાં મિશન લાઇફનું લોન્ચિંગ કરાયું

મોદી કેવડિયામાં: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ‘મિશન લાઇફ’ શરૂ કરાવ્યું ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી અને અનેક દેશના નેતા હાજર રહ્યા હતા. તેઓએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. (પીટીઆઇ)
——-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યુએનના મહાસચિવ એન્ટોનિયાજી માટે ભારત તો બીજા ઘર જેવું છે. તેમણે યુવા અવસ્થામાં ઘણી વખત ભારતનો પ્રવાસ કર્યો છે. ગોવા સાથે તેમના પારિવારીક સબંધો છે. ગુજરાત રાજયએ સૌથી પહેલા રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશનની દિશામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર કેવડિયા ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ કરતા વડા પ્રઘાને વધુમાં કહ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જથી થઇ રહેલો બદલાવ લોકો પણ તેમની નજીક મહેસુસ કરી રહ્યા છે. આજે ગ્લેશિયર ઓગળી રહ્યા છે, સમુદ્રનું જળસ્તર વઘી રહ્યું છે, નદીઓ સુકાઇ રહી છે. વાતાવરણ પણ અનિશ્ર્ચિત થઇ રહ્યા છે. રિડ્યૂસ, રિયૂઝ, રિસાયકલ અને સર્ક્યુલર ઈકોનોમી હજારો વર્ષોથી ભારતીયોનું લાઈફસ્ટાઈલનું અંગ રહ્યું છે. આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કોરોડો લોકોને સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે, મિશન લાઇફના લોન્ચિંગના કાર્યક્રમ પછી અનેક દેશ આ સંકલ્પ સાથે જોડાશે. કલાઇમેન્ટ ચેન્જની સફળતમાં યુનિટી મોટું ફેકટર છે. આ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન થયું છે જેમાં ગુજરાત એ રાજયોમાં સમાવેશ થયો છે જેને સૌથી પહેલા રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશનની દિશામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. નહેરના સોલર પેનલ લાગવવાની હોય કે સુકાભટ વિસ્તારોમાં જળસ્તર વઘારવા વોટર ક્ધઝર્વેશનનું અભિયાનમાં ગુજરાત હમેંશા અગ્રેસર રહ્યું છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જના મુદ્દાને માત્ર પોલિસી મેકિંગના લેવલ પર ન મુકી રખાય, એક વ્યકિત, એક પરિવાર, એક સમુહએ ક્લાઇમેટ ચેન્જ વિષય પર કોઇને કોઇ જવાબદારી લેવી જ જોઇએ કે પૃથ્વીની સુરક્ષા કેવી રીતે કરાય. મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જનજનની શક્તિઓને જોડે છે. મિશન લાઇફ ક્લાઇમેટ ચેન્જ થકી પર્યાવરણ મુદ્દે પરિવર્તન કરવાનો વિસ્તાર કરી રહ્યાં છીએ. આજે ભારતમાં વર્ષમાં પ્રતિ વ્યકિત કાર્બન ફૂટપ્રિન્ટ અંદાજે દોઢ ટન છે તો દુનિયામાં આશરે ૪ ટન પ્રતિ વર્ષ છે. ભારત ગ્રીન એનર્જી પણ ચોથા નંબરે છે, તો સોલર એનજીમાં પાંચમાં નંબરે છે. પાછલા ૭થી ૮ વર્ષોમાં ભારતની રિન્યુઅલ એનર્જીની ક્ષમતા ૨૯૦ ટકા વધી છે. આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કરોડો લોકોના સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે પ્રકૃતિ તેની રક્ષા કરે છે. આ પ્રસંગે યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રઘાન નરેન્દ્ર મોદી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અવસર મળી તે મારા માટે એક ગૌરવની વાત છે. પર્યાવરણ જીવનશૈલી અંગેની શરૂઆત માટે તેમજ ક્લાઇમેટ ચેન્જ એ વિશ્ર્વની મોટી સમસ્યા છે જેના નિવારણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત રીતે તેમજ સામુહિક રીતે આપણે સૌએ સાથે મળી કામ કરવું પડશે. પર્યાવરણનો યોગ્ય ઉપયોગ થાયે તે ખૂબ મહત્ત્વનું છે. પર્યાવરણમાં થતા પ્રદૂષણ કેવી રીતે અટકાવવું તે અંગે પણ કામ થાય તે જરૂર છે. વેસ્ટ પ્લાસ્ટિકનો રી યુઝ. ક્લીન કુકીંગ ટૅક્નોલૉજી, રીન્યુએબલ એનર્જીના ઉપયોગ થાય તે જરૂરી છે. વિશ્ર્વના લોકોને હરિયાળી જીવનશૈલી મળે તે માટે પ્રયાસ કરવો જોઇએ. ભારતે ક્લાઇમેટ ચેન્જ અંગે વિશેષ પોલિસી બનાવી છે તેનાથી ઘણો પ્રભાવિત છું. ભારતને જી ૨૦ના પ્રમુખ સ્થાન કરવા અંગે અભિનંદન પાઠવ્યા હતા. વિકસીત દેશોએ નાંણાકીય અને ટૅક્નોલૉજી થકી મહત્ત્વનું યોગદાન આપવું જોઇએ અને ભારત જેવા દેશ સાથે રહેવું જોઇએ.
આ કાર્યક્રમમાં દેશના વિદેશમંત્રીશ્રી એસ. જયશંકર, સંયુકત રાષ્ટ્રના જુદી-જુદી એજન્સિઓના પ્રતિનિધિઓ સહિતના આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા.

[ad_2]

Google search engine