[ad_1]
મોરબીના ઐતિહાસિક વારસા મણી મંદિરના પરિસરમાં ગેરકાયદેસર રીતે મસ્જીદ બંધાનાર આરોપી મુઝાવરની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. હેરિટેજ મણી મંદિર પાસે ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવા બદલ એ ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ શૉ કોઝ નોટિસ પણ જાહેર કરાઈ હતી.
નોંધનીય છે શિવજીને સમર્પિત મંદિરના પરિસરમાં જ મસ્જીદનું બાંધકામ કરાતા સ્થાનિકોમાં લાંબા સમયથી રોષની લાગણી પ્રવર્તી રહી હતી. મોરબીના રાજ પરીવારની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી કરી મસ્જિદ બનાવી દેતા વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. મણી મંદિર ઐતિહાસિક વરસો હોય પરમિશન કે મજૂરી વિના મસ્જિદનું બાંધકામ કરી દેતા લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ પગલા ભરવા જીલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી. કલેકટરે પણ આ બાંધકામ ગેરકાદેસર હોવાનું ઠેરવતા અંતે મોરબી સિટી પોલીસે ગત 25 સપ્ટેમ્બરે ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ આ પહેલા પકડાયેલ આરોપ મૂઝાવરને એક બે નહીં પણ અનેક નોટિસ આપી આ ગેરકાયદેસર મસ્જિદ માનસન્માન સાથે જાતે દૂર કરવા સૂચના આપી હતી. આરોપીએ નોટિસ છતાં મસ્જીદ દુર કરવાની કાર્યવાહી કરી ન હતી મોરબી સિટી પોલીસમાં લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયા બાદથી મુઝાવર હાશમશા ઝાકિરશા ફકીર નાસતો ફરતો હતો. જેમાં મોરબી પોલીસે આરોપીને પકડવા ખાસ ટીમ બનાવી હતી અને ઇન્ટરનેશનલ શો કોઝ નોટીસ પણ જાહેર કરી હતી ત્યારે આજે મસ્જિદના મૂઝાવર હાશમશાને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. આ મસ્જિદને દૂર ન કરવાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી. હાલ મોરબી પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
[ad_2]