[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 અને 10 ઓક્ટોબરના રોજ ગુજરાત મુલાકાતે છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેશે અને સૌર ઊર્જા સંચાલિત હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રોજેક્શનનો અદભુત દ્રશ્ય સામે આવ્યા છે.

“>

મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરિટેજ લાઈટીંગને નિહાળવા લોકો સાંજે 6.00થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મહેસાણાના મોઢેરા પાસે બનેલા સોલાર પ્લાન્ટમાંથી આજુબાજુના ત્રણ ગામોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી રહી છે. કેટલાક સમયથી તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સમગ્ર પ્રોજેક્ટ તૈયાર છે. સુજાનપુરામાં 12 હેક્ટર જમીનમાં આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. સુજાનપુરામાંથી સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળી ડીસી કરંટ છે, જે એસી કરંટમાં રૂપાંતરિત થાય છે અને ત્યાર બાદ આ વિજળીનો સંગ્રહ કરીને ગ્રીડમાં મોકલવામાં આવે છે.

Google search engine



[ad_2]

Google search engine