[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશની રાજનીતિના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું આજે 10મી ઓક્ટોબર સોમવારના રોજ અવસાન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી મુલાયમ સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પિતા મુલાયમ સિંહના નિધનની જાણકારી આપી હતી. મુલાયમના અંતિમ સંસ્કાર મંગળવારે સૈફઈમાં કરવામાં આવશે.

“>

ઓક્સિજનનું સ્તર ઘટી જતાં મુલાયમ સિંહને 2 ઓક્ટોબરે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મેદાન્તાના હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મુલાયમ સિંહને યુરીનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા.
વડાપ્રધાન મોદીએ મુલાયમ સિંહને શ્રદ્ધાંજલી આપતા તેમને જનનાયક ગણાવતા ટ્વીટ કર્યું હતું, ‘શ્રી મુલાયમ સિંહ યાદવજી એક નોંધપાત્ર વ્યક્તિત્વ હતા. લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ એવા નમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું.’

“>

મુલાયમ સિંહ રાજકારણથી લઈને પોતાના પારિવારિક બાબતોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા. ઉત્તરપ્રદેશના રાજકારણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. દેશના રક્ષા પ્રધાન પદ પર રહી ચુકેલા મુલાયમ સિંહ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ છેલ્લે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી લડ્યા હતા.
રાજકારણ સિવાય તેમના પારિવારિક જીવન પર નજર કરીએ તો તેઓ ઈટાવાના સૈફઈ ગામના રહેવાસી છે.યુવાનીમાં કુસ્તીના શોખીન મુલાયમ સિંહે 55 વર્ષ સુધી રાજનીતિ કરી. મુલાયમ સિંહ 28 વર્ષની વયે 1967માં જસવંતનગરથી પહેલીવાર વિધાનસભ્ય બન્યા હતા. જ્યારે તેમના પરિવારની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન હતી. 5 ડિસેમ્બર 1989ના રોજ મુલાયમ પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા. બાદમાં તેઓ વધુ બે વખત રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા. તેમણે કેન્દ્રમાં દેવેગૌડા અને ગુજરાલ સરકારમાં સંરક્ષણ પ્રધાનની જવાબદારી પણ નિભાવી હતી. નેતાજી તરીકે જાણીતા મુલાયમ સિંહ સાત વખત લોકસભાના સાંસદ અને નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.



[ad_2]

Google search engine