[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

નવરાત્રિ બાદ મુંબઈમાં મેઘરાજાએ ફરી એક વાર દમદાર હાજરી પૂરાવી છે. પરામાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્યમાં યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ સહિત થાણે, ડોંબિવલી અને નવી મુંબઈમાં સવારથી વરસાદ ચાલુ છે ત્યારે 12 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું હતું. મુંબઈમાં છેલ્લાં એક કલાકથી અતિ ભારે વરસાદ હોવાથી દાદર અને પ્રભાદેવી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, એવી માહિતી હવામાન વિભાગે આપી હતી.

ઓક્ટોબર મહિનામાં મેઘરાજાની વાપસી થતાં રાજ્યના અનેક ભાગોમાં ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. કપાસ અને સોયાબીનના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કડાકાભડાકા સાથે અને જોરદાર પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

YouTube player
Google search engine



[ad_2]

Google search engine