[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

દિવાળી નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મુંબઈ પોલીસ એક્શનમાં આવી છે. મળતી માહિતી અનુસાર મુંબઈમાં 16થી 30 ઓક્ટોબર દરમિયાન કલમ 144 લાગુ થશે. આ દરમિયાન પાંચથી વધુ લોકો ભેગા થશે તો પોલીસ કાર્યવાહી કરશે. એટલું જ નહીં ફ્લાઈંગ કંડિલ ઉડાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું મુંબઈ પોલીસે જારી કરેલા આદેશમાં જણાવાયું હતું. કોઈપણ પ્રકારની રેલી, સાર્વજનિક ઉત્સવ અને ફટાકડા ફોડવા પર પણ પોલીસે રોક લગાવી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પ્રદર્શન કરવા અને સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે પણ એક્શન લેવામાં આવશે. જોકે, લગ્ન પ્રસંગ અને અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં રોક લગાવવામાં આવી નથી. થિયેટર અને મલ્ટિપ્લેક્સની આસપાસ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે જારી કરેલા લેટરમાં જણાવાયું હતું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં આ આદેશ લાગુ થશે.
નોંધનીય છે કે દિવાળીના આ 15 દિવસ સુધી મુંબઈ પોલીસનો આ આદેશ લાગુ કરવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે, એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

[ad_2]

Google search engine