[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ નજીકના જાણીતા હિલસ્ટેશન માથેરાનમાં ટોયટ્રેનમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેથી હિલસ્ટેશન વધારે લોકપ્રિય બની રહ્યું છે, જે અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં ટોયટ્રેનમાં ૧.૫ લાખથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ પણ સામાનની હેરફેર માટે મહત્તમ ટોયટ્રેનનો ઉપયોગ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન ૧.૫૪ લાખથી વધુ પ્રવાસીએ ટોય ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો, જ્યારે ૨,૫૫૪ ક્વિન્ટલ સામાન (૧૨,૦૭૪ પાર્સલ)ની હેરફેર કરી હતી. ચોમાસાના દિવસોમાં પણ માથેરાનથી અમનલોજ વચ્ચે પણ શટલ સર્વિસીસ દોડાવાય છે, જે એપ્રિલથી ઑગસ્ટ, ૨૦૨૧માં ફક્ત ૫૬,૦૪૩ જેટલા પ્રવાસીએ પ્રવાસ કર્યો હતો. એ જ પ્રકારે સમીક્ષાગાળા દરમિયાન અમનલોજથી માથેરાન અને માથેરાનથી અમનલોજ વચ્ચે ૧,૧૨૮ ક્વિટન્ટ એટલે ૫,૩૪૧ પાર્સલનું પરિવહન કરવામાં આવ્યું હતું.
મુંબઈ નજીકનું સૌથી લોકપ્રિય હિલસ્ટેશન હજુ પણ માથેરાનને માનવામાં આવે છે, જેના માટે મહદ્ અંશે ટોય ટ્રેનને યશ આપી શકાય, કારણ કે ટૂંકા અંતરમાં પણ હજુ ટોય ટ્રેન દોડાવાય છે. સસ્તા પરિવહન માટે ફક્ત ટોય ટ્રેન જ વિકલ્પ છે, કારણ હજુ પણ માથેરાનમાં કોઈ ટેક્સી અથવા રિક્ષાને ચલાવવામાં આવતી નથી, જે મુંબઈ જ નહીં, પરંતુ આખા ભારતનું એક માત્ર પ્રદૂષણરહિત હિલસ્ટેશન માનવામાં આવે છે. એટલું જ નહીં, ટૂંકા કોરિડોરમાં ચલાવાતા માથેરાનની ટોય ટ્રેન પણ યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે, તેથી વૈશ્ર્વિક ધરોહરને જાળવી રાખવાનું પણ મધ્ય રેલવે સન્માન ધરાવે છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
ચાર મહિના દરમિયાન ટોય ટ્રેનમાં ૧.૫ લાખથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે તેના મારફત રેલવેએ ૧.૧૩ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી. ગયા વર્ષે ૩૨.૮૬ લાખ રૂપિયાની આવક થઈ હતી. પેસેન્જરમાંથી ૧.૧૨ કરોડ તથા પાર્સલમાંથી ૯૨,૨૫૪ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે અગાઉના વર્ષે અનુક્રમે પેસેન્જરમાંથી ૩૨.૪૩ લાખ અને પાર્સલમાંથી ૪૩,૫૬૬ રૂપિયાની આવક થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.



Post Views:
198




[ad_2]

Google search engine