[ad_1]
કેન્દ્ર સરકારે હાલમાં જ પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલા અન્ય કેટલાક સંગઠનો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. હવે દિલ્હી ભાજપના ધારાસભ્ય વિજયકુમાર દેશમુખને કથિત રીતે PFI તરફથી માથુ ધડથી અલગ કરી નાખવાની ધમકી મળી છે.
મીડિયા અહેવાલો અનુસાર ભાજપના ધારાસભ્ય વિજય દેશમુખે PFIના કહેવાતા નેતા મોહમદ શફી બિરાજદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે PFI પર સરકારના પ્રતિબંધને કારણે બિરાજદારે તેમને જાનથી મારવાની ધમકી આપી છે. બિરાજદારે આત્મઘાતી બૉમ્બર દ્વારા અયોધ્યાના રામ મંદિર, કૃષ્ણ જન્મભૂમિ મંદિર જેવા મુખ્ય હિંદુ મંદિરોને પણ નિશાન બનાવવાની ધમકી આપી છે. આરોપીએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે વડા પ્રધાન મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમના રડાર પર છે.
સોલાપુર પોલીસ પત્રની સત્યતાની તપાસ કરી રહી છે. PFI પર પ્રતિબંધ પહેલાતેના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ કરી હતી. દરોડામાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
[ad_2]